Yashasvi Jaiswal એ પર્થ ટેસ્ટમાંમાં 166 રનની ઇનિંગ રમી પોતાના નામે કર્યા અનેક રેકોર્ડ

Amit Darji

પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે Yashasvi Jaiswal શાનદાર બેટિંગ કરતા અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરવામાં આવ્યા છે. ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ દ્વારા પ્રથમ ઇનિંગની બેટિંગમાં ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ ખરાબ ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. એવામાં બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી પોતાના નામે અનેક રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 205 બોલમાં પોતાની સદી પૂર્ણ કરવામાં આવી હતી. આ રીતે તે ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમતા સદી ફટકારનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની ગયો હતો. આ અગાઉ ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર બે બેટ્સમેનો દ્વારા સદી ફટકારવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં 47 વર્ષ બાદ આવું બન્યું છે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ રમતા શાનદાર સદી ફટકારવામાં આવી હોય. આ અગાઉ સુનીલ ગાવસ્કર દ્વારા 1977 માં બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આ કારનામું કરવામાં આવ્યું હતું. જ્યારે સૌથી પહેલા 1968 માં મોટાગનાહલ્લી જયસિમ્હા દ્વારા આ કારનામું કરવામાં આવ્યું હતું.

યશસ્વી જયસ્વાલની સદીની મદદથી ભારતીય ટીમ દ્વારા પર્થ ટેસ્ટમાં મજબૂત સ્થિતિ પહોંચી ગયું છે. યશસ્વી જયસ્વાલ દ્વારા 275 બોલમાં 150 રનના આંકડાને સ્પર્શ કરવામાં આવ્યો હતો. આ રીતે તે 23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં સૌથી વધુ 150+ સ્કોર બનાવનાર બેટ્સમેનોની યાદીમાં જાવેદ મિયાંદાદ, ગ્રીમ સ્મિથ અને સચિન તેંડુલકરના બરાબર પહોંચી ગયા છે.

- Advertisement -

23 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટમાં 150+નો સર્વોચ્ચ સ્કોર બનાવનાર બેટ્સમેન

8 – ડોન બ્રેડમેન

4 – જાવેદ મિયાંદાદ

- Advertisement -

4 – ગ્રીમ સ્મિથ

4 – સચિન તેંડુલકર

- Advertisement -

4 – યશસ્વી જયસ્વાલ

તેની સાથે યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ 4 સદીમાં 150 કે તેથી વધુ રન બનાવનાર માત્ર બીજો બેટ્સમેન બની ગયેલ છે. આ અગાઉ માત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ જ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો હતો. યશસ્વી જયસ્વાલ આ વિશેષ ક્લબમાં સામેલ થનાર વિશ્વનો બીજો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 161 રનના સ્કોર પર લંચ બાદ યશસ્વી જયસ્વાલ મિચેલ માર્શની બોલિંગ પર આઉટ થઈ ગયો હતો.

- Advertisement -

યશસ્વી જયસ્વાલની તમામ ટેસ્ટ સદીઓ

171 વિ. વેસ્ટ ઈન્ડિઝ

209 વિ. ઇંગ્લેન્ડ

214* વિ. ઈંગ્લેન્ડ

161 વિ. ઓસ્ટ્રેલિયા

ટેસ્ટમાં ભારત માટે 150 + નો સર્વોચ્ચ સ્કોર (22 વર્ષની ઉંમરમાં)

4 – યશસ્વી જયસ્વાલ

2 – સચિન તેંડુલકર

2 – વિનોદ કાંબલી

Share This Article
Leave a comment