Lokesh Rahul એ લખનૌ સુપર જાયન્ટસ ટીમને કેમ છોડી? IPL હરાજી પહેલા કર્યો મોટો ખુલાસો…

Amit Darji

લખનૌ સુપર જાયન્ટ્સ ના ભૂતપૂર્વ કેપ્ટન Lokesh Rahul દ્વારા IPL 2025 માટે થનારી હરાજી પહેલા મોટો ખુલાસો કર્યો છે. તેમને કેમ લખનૌ સુપરજાયન્ટ્સની ફ્રેન્ચાઈઝી છોડી તેને લઈને જણાવ્યું છે. લોકેશ રાહુલ દ્વારા ત્રણ સિઝન માટે આ ટીમની આગેવાની સંભાળવામાં આવી પરંતુ આગામી સિઝન માટે તેને જાળવી રાખવામાં આવ્યો નથી. તેનો અર્થ એ છે કે, લોકેશ રાહુલ હવે 24 અને 25 નવેમ્બર ના યોજાવનાર હરાજીમાં જોવા મળવાના છે.

તમને જણાવી દઈએ કે, લોકેશ રાહુલનો લખનૌ સાથેનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં જ સમાપ્ત થઈ ગયો છે. લખનૌ દ્વારા IPL 2025 માટે નિકોલસ પૂરણ (રૂ. 21 કરોડ), રવિ બિશ્નોઇ (રૂ. 11 કરોડ), મયંક યાદવ (રૂ. 11 કરોડ), આયુષ બદોની (રૂ. 4 કરોડ) અને મોહસીન ખાન (રૂ. 4 કરોડ) ને રિટેન કરવામાં આવ્યા હતા. લોકેશ રાહુલ દ્વારા હવે આ ટીમ સાથેના સંબંધો તોડવાનું કારણ જાહેર કરવામાં આવ્યું છે.

લોકેશ રાહુલની આઈપીએલ 2024 ની સીઝન

લોકેશ રાહુલ બેટ્સમેન અને કેપ્ટન તરીકે છેલ્લી સીઝન સારી રમત દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. 2024 માં ત્રણ સિઝનમાં પ્રથમ વખત ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. લોકેશ રાહુલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમણે લખનૌ છોડવાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે, તે પોતાની રમતમાં સ્વતંત્રતા ઈચ્છતા હતા. લોકેશ રાહુલ દ્વારા એક સ્પોર્ટ્સ ચેનલ પર જણાવવામાં આવ્યું હતું કે, હું નવી શરૂઆત કરવા ઈચ્છી રહ્યો છું. હું મારા પોતાના વિકલ્પો શોધવા ઈચ્છતો હતો જ્યાં હું સ્વતંત્ર રીતે મારી રમત રમી શકું, જ્યાં ટીમનું વાતાવરણ થોડું હળવું બને. કેટલીક વખત તમે આગળ વધવા ઈચ્છો છો અને પોતાના માટે સારું વિચારો છો.

- Advertisement -

લોકેશ રાહુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, હું છેલ્લા કેટલાક સમયથી T-20 ટીમથી બહાર છું અને મને ખબર છે કે, હું એક ખેલાડી તરીકે ક્યાં ઊભો રહેલ છું. મને એ પણ જાણ છે કે, વાપસી કરવા માટે શું કરવાની જરૂરીયાત છે. એટલા માટે હું આઈપીએલની આગામી સિઝન માટે ઉત્સુક રહેલો છું જે મને એવું પ્લેટફોર્મ આપે છે જ્યાં જઈને હું ક્રિકેટ નો આનંદ લઇ શકું. મારો ટાર્ગેટ ભારતીય ટી-20 ટીમમાં વાપસી કરવાનો રહેલો છે.

આઈપીએલ 2024 માં રાહુલની કેપ્ટનશીપમાં લખનૌ નું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું અને ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાન પર રહી હતી. લખનૌ દ્વારા 14 મેચમાં 14 પોઈન્ટ મેળવવામાં આવ્યા હતા. તેમ છતાં ચાર ટીમો સમાન પોઈન્ટ પર રહેલી હતી. લખનૌ નો નેટ રન રેટ સૌથી ખરાબ રહ્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ હતી.

- Advertisement -
Share This Article
Leave a comment