Allu Arjun ની ફિલ્મ “પુષ્પા 2” નું ટ્રેલર ક્યારે થશે રિલીઝ? અભિનેતાએ કર્યો ખુલાસો…

Amit Darji

સાઉથ સ્ટાર Allu Arjun ની ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈને ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન અભિનેતા દ્વારા પોતાના સોશિયલ મીડિયા ના એકાઉન્ટ પર ફિલ્મના ટ્રેલર ની રિલીઝ તારીખ ની જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્મ ‘પુષ્પા ૨’ થી સંબંધિત અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ સાથે જોડાયેલી પોસ્ટ જોઈને ચાહકોમાં ખુશી લહેર છવાઈ ગઈ છે. તો આવો જાણીએ અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા 2’ નું ટ્રેલર ક્યારે રિલીઝ થવાનું છે.

ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ નું ટ્રેલર રિલીઝ ડેટ જાહેર

અલ્લુ અર્જુન દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી 11 નવેમ્બર ના પોતાની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ ના ટ્રેલરની રીલીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. અલ્લુ અર્જુનની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ફિલ્મ ‘પુષ્પા 2’ ના ટ્રેલર પર અપડેટ આપતા અલ્લુ અર્જુન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે પટનામાં 17 નવેમ્બરના રોજ સાંજે 6:03 વાગ્યે રિલીઝ થશે. સાઉથ સ્ટાર ની આ પોસ્ટ પર ચાહકો દ્વારા તેમના ઉત્સાહનો પુરાવો આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન ના તમામ ચાહકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી અને તેને ખૂબ પસંદ કરાઈ હતી. સુકુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ જોવા મળવાના છે. જ્યારે ફિલ્મ ‘પુષ્પા 2’ થિયેટ્રિકલ રાઇટ્સ 640 કરોડ રૂપિયામાં, મ્યુઝિક રાઇટ્સ 65 કરોડ રૂપિયામાં, સેટેલાઇટ રાઇટ્સ રૂપિયા 85 કરોડમાં અને ડિજિટલ રાઇટ્સ રૂપિયા 275 કરોડમાં વેચાયા હતા.  તેની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ દ્વારા રીલીઝ પહેલા જ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લેવામાં આવી છે.

- Advertisement -

 

Share This Article
Leave a comment