માત્ર 99 રૂપિયામાં જોવો ફિલ્મ ‘Bad News’ અને ‘Kill’, કરણ જોહરે જાહેર કરી શાનદાર ઓફર

Amit Darji

કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનની હાલના સમયગાળામાં બે ફિલ્મો થીયેટરોમાં લાગેલી છે. બે ફિલ્મોની વાત કરીએ તો તેમાં એક ‘કિલ’ અને બીજી ‘બેડ ન્યુઝ’  (Bad News) છે જે હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે. હવે કરણ જોહરે આ બંને ફિલ્મો માટે વધુ દર્શકો માટે એક શાનદાર ઓફર જાહેર કરી છે. હવે તમે બંને ફિલ્મો ઓછી કિંમતમાં દેખી શકશો.

તમને જણાવી દઈએ કે, હાલના સમયમાં ઘણી ફિલ્મો થીયેટરમાં લાગેલી છે પરંતુ ‘કિલ અને ‘બેડ ન્યુઝ’ એક જ પ્રોડ્યુસર દ્વારા બનાવવામાં આવેલ અલગ-અલગ ફિલ્મો રહેલી છે. તેના માટે એક ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે.

ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ ને માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરાઈ છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘મનોરંજન માટે તૈયાર છો? ફિલ્મ બેડ ન્યુઝ માટે ખાસ ઓફર. ફિલ્મ થીયેટરો જલ્દી ટિકિટ બુક કરો. તેની સાથે ફોટોસમાં જણાવ્યું છે કે, તમારા માટે સારા સમાચાર છે તમારા નજીકના થીયેટરોમાં આજે એટલે શુક્રવારના માત્ર 99 રૂપિયામાં ફિલ્મ “બેડ ન્યુઝ” અને “કિલ” જોવો. એવામાં હવે દર્શકો માટે સારા સમાચાર છે કે, તે આજે એટલે શુક્રવારના આ ફિલ્મ માત્ર 99 રૂપિયામાં જોઈ શકશે.

- Advertisement -
Share This Article
Leave a comment