Vodafone Idea એ કરોડો યુઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનમાં કર્યો મોટો ફેરફાર…

Amit Darji

Vodafone Idea દ્વારા પોતાના કરોડો યુઝર્સને ફરી એક વખત મોટો ઝટકો આપવામાં આવ્યો છે. ટેલિકોમ કંપની દ્વારા તેના સસ્તા રિચાર્જમાં મળતા ડેટા બેનિફિટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે યુઝર્સને પહેલા કરતા ઓછો ડેટા પ્રાપ્ત થશે. કંપની દ્વારા તેના 23 રૂપિયાના પ્લાનમાં ઉપલબ્ધ લાભોને બદલી નાખવામાં આવ્યા છે. Vodafone Idea ના આ પ્લાનમાં પહેલા યુઝર્સને દરરોજ 1.2GB ડેટા પ્રાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સસ્તા પ્લાન માં ઓછો ડેટા

વોડાફોન આઈડિયા નો આ 23 પ્રીપેડ ડેટા પેકેજ તેવા યુઝર્સ માટે રહેલો છે જેમને ઈમરજન્સી ડેટાની જરૂરિયાત રહેલી છે. કંપની પાસે આવા ઘણા વધુ ડેટા પેક ઉપલબ્ધ રહેલા છે, જે વધુ વેલિડિટી નો લાભ પ્રાપ્ત થાય છે. વોડાફોન આઈડિયા દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં આ પ્રીપેડ ડેટા પેકને લોન્ચ કરવામાં આવ્યો હતો. જુલાઈમાં મોબાઈલ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં કંપની દ્વારા આ પ્લાન માં કોઈ ફેરફાર આવ્યો નથી. વોડાફોન આઈડિયાના યુઝર્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભંડોળના અભાવના લીધે કંપની દ્વારા હજી સુધી 5G સેવા શરૂ કરી શકાય નથી.

તેની સાથે હવે Vodafone Idea દ્વારા આ પ્લાન ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં ઉપલબ્ધ ડેટામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે યૂઝર્સને એક દિવસની વેલિડિટી વાળા આ સસ્તા રિચાર્જ પ્લાન માં માત્ર 1GB ડેટા પ્રાપ્ત થશે. કંપની દ્વારા આ પ્લાનમાં 200MB ઓછો ડેટા આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તેમ છતાં તેનાથી યૂઝર્સને વધુ પડવાનો નથી. જો યુઝર્સ ઈચ્છે તો ત્રણ રૂપિયા વધુ ખર્ચીને એક દિવસની વેલિડિટી સાથે 1.5GB ડેટા પ્રાપ્ત કરી શકશે.

- Advertisement -

Jio અને Airtel ના સસ્તા ડેટા પેક

Jio અને Airtel દ્વારા તેમના યુઝર્સને 11 રૂપિયામાં 10 GB હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં આ બંને કંપનીઓ ના રિચાર્જ પ્લાન ની વેલિડિટી માત્ર એક કલાકની રહેલી છે. ટેલિકોમ કંપનીઓ ના નાના રિચાર્જ ખાસ કરીને ઉચ્ચ મોબાઇલ ડેટા વપરાશ ધરાવનાર ગ્રાહકો માટે બનાવવામાં આવેલ છે. Jio દ્વારા 3 જી નવેમ્બરના રોજ પોતાનો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો.

 

- Advertisement -
Share This Article
Leave a comment