Virat Kohli સદી ફટકાર્યા બાદ ફિલ્ડીંગમાં કર્યું મોટું કારનામું, સચિન તેંડુલકરના છોડ્યા પાછળ

Amit Darji

ભારતીય ટીમ દ્વારા પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે મજબૂત સ્થિતિ બનાવી લેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયા ને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા દ્વારા માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેવામાં આવી છે. ભારત તરફથી આ મેચમાં Virat Kohli અને યશસ્વી જયસ્વાલ દ્વારા જોરદાર સદી ફટકારવામાં આવી છે. લાંબા સમય બાદ વિરાટ કોહલી પોતાના જુના ફોર્મમાં જોવા મળ્યા અને તેમને પોતાની બેટિંગથી બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. વિરાટ કોહલી દ્વારા 100 રનની ઇનિંગ રમવામાં આવી હતી.

તેની સાથે શાનદાર બેટિંગ ની સાથે વિરાટ કોહલીએ ફિલ્ડિંગમાં પણ પોતાનો જલવો દેખાડ્યો છે અને માત્ર એક કેચ લઈને મોટું કારનામું કર્યું છે. તેમના દ્વારા મોહમ્મદ સિરાજ ના બોલ પર પેટ કમિન્સ નો કેચ પકડવામાં આવ્યો હતો. તેની સાથે તેમણે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવા ની બાબતમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા હતા. વિરાટ કોહલી દ્વારા ટેસ્ટમાં 116 અને સચિન દ્વારા 115 કેચ પકડવામાં આવ્યા છે. જ્યારે VVS લક્ષ્મણ (135 કેચ) અને રાહુલ દ્રવિડ (209 કેચ) એ હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી કરતા વધુ કેચ પકડવામાં આવ્યા છે. વિરાટ કોહલી ની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે.

ઓસ્ટ્રેલિયા સામે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ દ્વારા 487 રન બનાવવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ, Virat Kohli અને લોકેશ રાહુલ દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. આ ખેલાડીઓના લીધે જ ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. યશસ્વી જયસ્વાલ દ્વારા 161 રન, વિરાટ કોહલી 100 રન અને લોકેશ રાહુલ દ્વારા 77 રન બનાવવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયા ને પ્રથમ ઇનિંગ ના આધારે 46 રનની લીડ પ્રાપ્ત કરવામાં આવી હતી. આ કારણોસર તેણે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

- Advertisement -
Share This Article
Leave a comment