જમ્મુમાં વિલેજ ડિફેન્સ ગાર્ડને મળશે SLR, સેમી-ઓટોમેટિક રાઈફલ આતંકવાદીઓનો સામનો કરવા માટે અપાઈ…

Amit Darji

જમ્મુ વિભાગમાં વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ (VDG) ને SLR (સેમી-ઓટોમેટિક રાઈફલ) ના રૂપમાં નવું શક્તિશાળી હથિયાર પ્રદાન કરવામાં આવ્યું છે. આ પગલા નો ઉદ્દેશ્ય આતંકવાદ સામેની લડાઈમાં VDG ની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો રહેલો છે. તાજેતરમાં 200 SLR રાઇફલ્સ નું વિતરણ કરવામાં આવેલ છે અને 400 નવા VDG સભ્યોને પણ પોલીસ દળમાં સામેલ કરાયા છે. આ અગાઉ VDG પાસે ત્રણ નટ થ્રી બંદૂકો હતી, પરંતુ હવે તે અદ્યતન SLR થી સજ્જ બની ગઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા રાજૌરી, પૂંછ, કઠુઆ અને રિયાસી જિલ્લામાં VDG ને સ્વચાલિત હથિયારોની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી વ્યૂહાત્મક ક્ષમતાને વેગ આપવામાં આવશે.

ડીજીપી આર આર સ્વેન ના જણાવ્યા મુજબ, VDG આતંકવાદીઓનો સામનો કરવા માટે અમારું રક્ષાનું પ્રથમ પગલું છે. આ નવા હથિયારોથી સજ્જ થયા બાદ VDG ગામડાઓમાં આતંકવાદીઓના કાવતરાઓ ને નિષ્ફળ બનાવવામાં વધુ અસરકારક રહેવાની છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, રાજૌરી, પૂંછ, કઠુઆ, રિયાસી અને ડોડા જિલ્લા ના જંગલોમાં સક્રિય વિદેશી આતંકવાદીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં સુરક્ષા દળો પર આયોજનબદ્ધ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં 43 જવાનો શહીદ થઈ ચુક્યા છે. આ સંજોગોમાં વીડીજી ને નવા હથિયાર અને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. તેના લીધે આતંકવાદીઓ સામે વધુ અસરકારક રીતે તે લડત લડી શકે.

- Advertisement -

અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોની શોધમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવે છે અને ત્યાર બાદ જંગલો માં છુપાઈ જતા હોય છે. VDG ની વધતી સંખ્યા અને અદ્યતન હથીયારો ના લીધે આતંકવાદીઓ ગામડાઓની પાસે આવવાની હિંમત કરશે નહીં.

Share This Article
Leave a comment