વિજયની ફિલ્મ THE GOAT એ રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી

Amit Darji

‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ 5 સપ્ટેમ્બરના સિનેમાઘરોમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયારીમાં રહેલ છે. દલપતિ વિજયની આ ફિલ્મની ચાહકો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વેંકટ પ્રભુ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બાદ અભિનેતા રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. આ જ કારણોસર ચાહકો દ્વારા પોતાના ફેવરિટ સ્ટારને સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ આતુર છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મની બોક્સ ઓફિસ ઓપનિંગ શાનદાર રહેવાની છે. આ અગાઉ રિલીઝ થયેલી વિજયની ફિલ્મ લિયોએ ટિકિટ બારી પર પ્રથમ દિવસે જ 76 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી દીધું હતું. આવી સ્થિતિમાં, દરેકની નજર તેના પર છે કે, શું આ ફિલ્મ અભિનેતાની અગાઉની ફિલ્મને પાછળ છોડશે કે નહીં.

તેની સાથે જો અત્યાર સુધીના આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મના પ્રથમ દિવસનું એડવાન્સ બુકિંગ શાનદાર રહેવાનું છે. The GOAT ના પ્રથમ દિવસે 12.81 કરોડ રૂપિયાની ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ફિલ્મની સૌથી વધુ ટિકિટો તમિલનાડુમાં વેચાઈ ગઈ છે. તાજેતરના આંકડા મુજબ, ફિલ્મના તમિલ ટુડે વર્ઝનની પાંચ લાખ 97 હજારથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે.

- Advertisement -

જ્યારે આ ફિલ્મ પણ IMAX માં પણ રિલીઝ થવાની છે એટલા માટે પ્રી-સેલ્સની રકમ વધુ છે. જ્યારે, બ્લોક સીટના આંકડા જોડવામાં આવ્યા બાદ ફિલ્મની એડવાન્સ બુકિંગ કમાણી 16.14 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે, અમેરિકામાં ફિલ્મ દ્વારા એડવાન્સ બુકિંગમાં 5 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કમાણી કરવામાં આવી છે, જો કે તે ‘બીસ્ટ’ કરતા પણ વધુ છે. વિજયની સાથે ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ માં મીનાક્ષી ચૌધરી, પ્રશાંત, પ્રભુ દેવા, સ્નેહા, લૈલા, અજમલ, જયરામ, યોગી બાબુ, વૈભવ જેવા કલાકારો પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં અભિનેતા શિવકાર્તિકેયન અને ત્રિશા પણ કેમિયો રોલમાં જોવા મળવાના છે. ફિલ્મનું સંગીત યુવન શંકર રાજા દ્વારા આપવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article
Leave a comment