સ્વતંત્રતા દિવસના અવસર પર Vi ની ઓફર, આ પ્લાનમાં ફ્રી મળશે 50GB ડેટા, Disney+ Hotstar અને Amazon Prime Video

Amit Darji

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસર પર Vi એ કરોડો ગ્રાહકોને ગીફ્ટ આપી છે. Vodafone Idea સ્વતંત્રતાની 78મી ઉજવણી પર તેના જૂના સિમ ગ્રાહકો માટે કેટલીક ખાસ ઑફર્સ લાવ્યું છે. આ ઑફરમાં, કંપની અમુક પસંદગીના છ મહિના અને એક વર્ષના રિચાર્જ પ્લાન પર વધારાનો ડેટા અને OTT લાભો આપી રહી છે. આ ઓફર્સ 13મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ સુધી ચાલશે. તો આવો જાણીએ આ યોજનાઓ વિશે…

Vodafone Idea ની આ ઑફર 1749 રૂપિયા, 3499 રૂપિયા, 3624 રૂપિયા અને 3799 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ હશે. આ પ્લાન્સમાં ઉપલબ્ધ દૈનિક ડેટા સિવાય, કંપની 50GB સુધીનો વધારાનો ડેટા આપી રહી છે.

મફત મળશે Disney+Hotstar અને Amazon Prime Video

- Advertisement -

જો તમે છ મહિનાનો પ્લાન લો છો, તો તમને 45 દિવસ માટે વધારાનો ડેટા મળશે અને જો તમે એક વર્ષનો પ્લાન લો છો, તો તમને 90 દિવસ માટે વધારાનો ડેટા મળશે. આ ડેટા તમારા પ્લાનમાં પહેલાથી ઉપલબ્ધ દૈનિક ડેટા ઉપરાંત છે. આ ઑફર્સ 28 ઓગસ્ટ સુધી જ ચાલશે.

આ સિવાય Vodafone Idea એક વર્ષના પ્લાન પર Disney + Hotstar અને Amazon Prime Videoનું એક વર્ષનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. જો તમે Vodafone Idea એપ દ્વારા રિચાર્જ કરશો તો તમને એક વર્ષના પ્લાન પર વધુ ડિસ્કાઉન્ટ મળશે. 3499 રૂપિયા, 3699 રૂપિયા અને 3799 રૂપિયાના પ્લાન પર તમને અનુક્રમે 50 રૂપિયા, 75 રૂપિયા અને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

- Advertisement -
Share This Article
Leave a comment