તૃણમૂલ કોંગ્રેસના સાંસદ Jawhar Sircar એ આપ્યું રાજીનામું; જાણો શું છે તેના પાછળનું કારણ…

Amit Darji

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાના કેસને લીધે મમતા બેનર્જી સરકારની મુશ્કેલીઓ વધારો થયો છે. આ દરમિયાન તેમની પાર્ટીના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ Jawhar Sircar દ્વારા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેમના દ્વારા આ મામલામાં પાર્ટીના વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

જવાહર સરકાર દ્વારા રવિવારે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું છે કે, તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેની સાથે તે રાજનીતિ પણ છોડી રહ્યા છે. નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી જવાહર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પક્ષના નેતાઓનો એક વર્ગ ભ્રષ્ટાચારમાં સામેલ રહેલો છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ નિર્ણય લેવા પાછળનું આ સૌથી મોટું કારણ રહેલું છે.

સરકાર દ્વારા પત્રમાં જણાવ્યું છે કે, આરજી કાર હોસ્પિટલમાં ભયાનક ઘટના બાદ એક મહિના સુધી મેં ધીરજપૂર્વક આ બધું સહન કર્યું હતું. મને આશા હતી કે, મમતા બેનર્જી પોતાની શૈલીમાં આંદોલનકારી જુનીયર તબીબથી વાત કરશે,પરંતુ આવું થયું અને સરકાર હવે જે પણ શિક્ષાત્મક પગલા ભરી રહી છે, તે અપૂરતા અને ખુબ મોડાથી ઉઠાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

તેમણે જણાવ્યું છે કે, મને લાગે છે કે, જો ભ્રષ્ટ તબીબના જૂથ સામે કાર્યવાહી કરવામાં આવી હોત અને અયોગ્ય વહીવટી કાર્યવાહીના દોષિતોને નિંદનીય ઘટના પછી તરત જ સજા કરાઈ હોત તો રાજ્યમાં ઘણા સમય પહેલા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ ગઈ હોત.

બંગાળની રાજધાની કોલકાતાની સરકારી હોસ્પિટલના ઓડિટોરિયમમાં કથિત રીતે દુષ્કર્મ અને હત્યા કરાયેલા અનુસ્નાતક તાલીમાર્થીનો મૃતદેહ ગયા મહિને મળ્યો હતો. આ મામલામાં આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતા દ્વારા આ કેસમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સીબીઆઈ તપાસની માંગ કરતી અન્ય કેટલીક પીઆઈએલ પણ દાખલ કરાઈ હતી. આ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.

- Advertisement -
Share This Article
Leave a comment