રણવીર સિંહની ‘Don 3’ માં આ અભિનેતા બનશે વિલન, જાણો સમગ્ર અહેવાલ…

Amit Darji

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ફિલ્મ ‘Don 3’ માં જોવા મળવાના છે અને આ વાતની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ છે. નિર્દેશક ફરહાન અખ્તરની આ ફિલ્મને લઈને થોડા સમયે પહેલા સમાચાર આવ્યા હતા કે, ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકા ભજવવાના છે. તેમ છતાં ઈમરાન હાશ્મી દ્વારા ‘ડોન 3’ નો ભાગ હોવાના સમાચારને ફગાવી દેવામાં આવ્યા હતા. હવે રણવીર સિંહની આ ફિલ્મના વિલન ને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘ડોન 3’ માટે એક નવા અભિનેતા નો સંપર્ક કરાયો છે. તમને જણાવી દઈએ કે, ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે અભિનેતાનો સંપર્ક કરાયો છે.

વિક્રાંત મેસી ને ઓફર કરવામાં આવ્યો ફિલ્મ ‘ડોન 3’ માં વિલનનો રોલ

ફરહાન અખ્તર દ્વારા વર્ષ 2023 માં જાહેરાત કરવામાં આવી હતી કે, ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘ડોન 3’ માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે. ત્યાર બાદ કન્ફર્મ થઈ ગઈ કે, કિયારા અડવાણીને ફિલ્મમાં લેવામાં આવી છે. હવે ફિલ્મ ના વિલનને લઈને એક અપડેટ સામે આવ્યા છે. એક નામી ચેનલના અહેવાલ મુજબ, રણવીર સિંહની ફિલ્મ ‘ડોન 3’ માં વિલનની ભૂમિકા માટે અભિનેતા વિક્રાંત મેસી નો સંપર્ક કરાયો છે. વિક્રાંત મેસી ને રણવીર સિંહની સામે નેગેટિવ રોલ ની ઓફર કરવામાં આવેલ છે. તેમ છતાં તેના દ્વારા હજુ સુધી આ ઓફર સ્વીકારવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એટલે કે, 2024 માં ફિલ્મ ‘સેક્ટર 36’ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. વિક્રાંત મેસી દ્વારા આ ફિલ્મમાં નેગેટિવ રોલ કરવામાં આવ્યો હતો અને પોતાની ક્રૂરતાથી લોકોને ડરાવવા માં આવ્યા હતા. આ ફિલ્મ બિનસત્તાવાર રીતે નોઈડાની નિઠારી ઘટના પર આધારિત રહેલી હતી.

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બર ના થઈ હતી રિલીઝ

વિક્રાંત મેસી ના વર્ક ફ્રન્ટ કરીએ તો તેની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 મી નવેમ્બર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી સિવાય રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા જોવા મળવાના છે. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માં વર્ષ 2002 માં બનેલી ગોધરા ઘટનાની કહાનીને દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી વીડિયો જર્નાલિસ્ટ ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

- Advertisement -
Share This Article
Leave a comment