મેદાન પર અમ્પાયરના નિર્ણય નો વિરોધ કરવો પડ્યો ભારે, ICC એ Gerald Coetzee સામે કરી કાર્યવાહી

Amit Darji

ભારતીય ટીમ દ્વારા સૂર્યકુમાર યાદવ ની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં 3-1 થી જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. સંજુ સેમસન, તિલક વર્મા અને વરુણ ચક્રવર્તી દ્વારા T-20 સીરીઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓના લીધે જ ટીમ ઇન્ડિયા સીરીઝ જીતવામાં સફળ રહી હતી. તિલક વર્મા સીરીઝમાં બે સદી સહિત કુલ 280 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ભારત દ્વારા ચોથી T20 મેચમાં 135  રનથી જીત મેળવવામાં આવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર Gerald Coetzee દ્વારા અમ્પાયરના નિર્ણય નો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ICC દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Gerald Coetzee એ પોતાની ભૂલનો કર્યો સ્વીકાર

ગેરાલ્ડ કોએત્ઝીને T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ ફટકાર લગાવવામાં આવી હતી. અમ્પાયર દ્વારા તેના એક બોલને ‘વાઈડ’ જાહેર કરવામાં આવ્યા બાદ તેના દ્વારા અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. ICC દ્વારા પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, ગેરાલ્ડ કોએત્ઝીને ICC કોડ ઓફ કન્ડક્ટ ફોર પ્લેયર્સ અને પ્લેયર સપોર્ટ સ્ટાફના નિયમ 2.8 નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. તેના દ્વારા T20 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય નો વિરોધ કરવામાં આવ્યો હતો. તેના શિસ્તબદ્ધ રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવેલ છે. તેના દ્વારા ગુનો અને સજાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે એટલા માટે કોઈ ઔપચારિક સુનાવણીની આવશ્યકતા રહેલી નથી.

તમને જણાવી દઈએ કે, લેવલ વનના ઉલ્લંઘન માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ઠપકો છે જ્યારે મહત્તમ સજા ખેલાડીની મેચ ફીના 50 ટકા અને તેના ખાતામાં એક કે બે ડિમેરિટ પોઈન્ટ ઉમેરાઈ છે. જ્યારે કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચી જાય છે ત્યારે તેને સસ્પેન્શન પોઈન્ટ્સ માં રૂપાંતરિત કરાય છે અને ખેલાડી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

- Advertisement -

ગેરાલ્ડ કોએત્ઝી ભારત સામેની ટી-20 સીરીઝમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેમણે ચાર ટી-20 મેચમાં માત્ર ચાર વિકેટ લેવામાં આવી હતી. અત્યાર સુધી સાઉથ આફ્રિકા માટે T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 12 વિકેટ પ્રાપ્ત કરી છે. તેના નામે ટેસ્ટમાં 10 અને વનડેમાં 31 વિકેટ પ્રાપ્ત કરી છે.

Share This Article
Leave a comment