ફિલ્મ Bhool Bhulaiyaa 3 નો જલવો યથાવત, 23 માં દિવસે જાણો કેટલા કરોડની કરી કમાણી?

Amit Darji

ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3 ‘ દ્વારા બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી સાબિત કરી દેવામાં આવ્યું છે કે, ચાહકો હજુ પણ સારા કન્ટેન્ટ તરફ આકર્ષિત થતા રહે છે. અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ દ્વારા માત્ર તેની કિંમત પાર કરવામાં આવી નથી પરંતુ બીજા અઠવાડિયામાં સિંઘમ અગેઈન જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દેવામાં આવી છે. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ દ્વારા પ્રથમ અઠવાડિયામાં 158.25 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી, જે બોક્સ ઓફિસ માટે શાનદાર આંકડો રહેલો છે. ચાલો જાણીએ કે, ફિલ્મ દ્વારા અત્યાર સુધી કેટલો બિઝનેસ કરવામાં આવ્યો છે અને કેમ ભૂલ ભૂલૈયા 3 શા માટે ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે.

તમને જણાવી દઈએ કે, ‘Bhool Bhulaiyaa 3 ‘ દ્વારા બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવવામાં આવી છે. પ્રથમ અઠવાડિયામાં જ ફિલ્મ દ્વારા તેની કિંમત કરતા વધુ કમાણી કરવામાં આવી હતી. પ્રથમ સાત દિવસમાં ફિલ્મનું કલેક્શન 158.25 કરોડ રૂપિયા રહ્યું હતું. બીજા અઠવાડિયામાં પણ સિંઘમ અગેઈન જેવી ફિલ્મોને પાછળ છોડીને ફિલ્મ દ્વારા રૂ. 58 કરોડ નું કલેક્શન કરવામાં આવ્યું હતું. ત્રીજા અઠવાડિયામાં પણ ફિલ્મ નો બિઝનેસ 23.35 કરોડ રૂપિયા થયો છે જે કોઈપણ ફિલ્મ માટે સારો આંકડો મનાઈ છે. ચોથા શનિવારના ફિલ્મની કમાણીની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. પ્રારંભિક જાણકારી મુજબ, 23 માં દિવસે તેમાં 1 કરોડ 89 લાખ વધુ જોડવામાં આવ્યા હતા. એવામાં એકંદરે ફિલ્મની કમાણી હવે 242.89 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

તેની સાથે ફિલ્મને લઈને વધુ જણાવીએ કે, ”ભૂલ ભુલૈયા 3’ ના શાનદાર પ્રદર્શન નું સૌથી મોટું કારણ તેની વાર્તા અને તેમાં હોરર અને કોમેડી નું ઉત્તમ મિશ્રણ રહેલું છે. જ્યાં એક તરફ ફિલ્મમાં ભૂતનો ભય છે, તો બીજી તરફ રમુજી પળો પણ ચાહકોને ખુબ આનંદ આપે છે. આ જ કારણ છે કે, લોકો દ્વારા પરિવાર સાથે આ ફિલ્મ જોવાનું પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જેવા દિગ્ગજ કલાકારો રહેલા છે જેમના અભિનયથી ફિલ્મ વધુ આકર્ષક બની ગઈ છે.

- Advertisement -

કાર્તિક આર્યન અને અન્ય કલાકારો નો પ્રભાવ

કાર્તિક આર્યન ફિલ્મમાં સારી રીતે તેમની ભૂમિકા નિભાવવામાં આવી હતી. તેની સાથે તેમના અભિનયની પ્રશંસા પણ થઈ હતી. જ્યારે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની હાજરીમાં ફિલ્મને વધુ ખાસ બનાવવામાં આવી હતી. તેમના સિવાય સંજય મિશ્રા, રાજપાલ યાદવ અને વિજય રાજ દ્વારા પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા.

તેની સાથે અનીસ બઝમી ના ડિરેક્શને ફરી એક વખત સાબિત કરી દેવામાં આવ્યું કે, તે કોમેડી અને હોરરના સંયોજનને સારી રીતે જોડી શકે છે. આ અગાઉ તેમની ‘ભૂલ ભુલૈયા 2’ ઘણી હિટ સાબિત થઈ હતી. ‘ભૂલ ભુલૈયા 3’ ના શાનદાર પ્રદર્શન ને ધ્યાનમાં લેતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આવનારા અઠવાડિયામાં ફિલ્મ હજી વધુ કમાણી કરી શકશે’.

- Advertisement -
Share This Article
Leave a comment