વેક્સીનના કટ્ટર વિરોધી ને Donald Trump એ બનાવ્યા યુએસ હેલ્થ સેક્રેટરી, જાણો કોણ છે Robert F Kennedy Jr?

Amit Darji

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે તેમના દ્વારા જાન્યુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસમાં પદના શપથ લેવામાં આવશે. આ પહેલા તે પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ અગાઉ તેમના દ્વારા તેમની કેબિનેટમાં બે હિન્દુ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને હવે તેમના દ્વારા Robert F Kennedy Jr ને આરોગ્ય અને માનવ સેવા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પદ પર તેમની નિમણૂકતા ની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં તેમની નિમણૂકતાની સાથે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, Robert F Kennedy Jr ને સમગ્ર વિશ્વમાં વેક્સિનના કટ્ટર વિરોધી ગણવામાં આવે છે. તેમના વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ રહેલા છે. તમને જણાવી દઈએ કે, તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીના ભત્રીજા અને એટર્ની જનરલ રોબર્ટ એફ. કેનેડીના પુત્ર રહેલા છે. તેમના દ્વારા ગયા વર્ષે ડેમોક્રેટિક નોમિનેશન માટે જો બાયડનને પડકારવામાં આવ્યો અને પછી રાષ્ટ્રપતિ ની રેસમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ પણ લેવામાં આવ્યો હતો. તેમ છતાં કેનેડી દ્વારા પાછળથી રિપબ્લિકન પાર્ટી સાથે સમાધાન કરવામાં આવ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ કારણોસર હવે તેમને મંત્રીપદ સોંપવામાં આવેલ છે.

તેની સાથે જણાવી દઈએ કે, આ પદ માટે કેનેડીના નામની જાહેરાત કરતા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની રહેલી હોય છે. આરોગ્ય અને માનવ સેવા વિભાગ આ મામલામાં મોટી ભૂમિકા ભજવતું હોય છે. આ વિભાગ તે સુનિશ્ચિત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવશે કે, તમામ અમેરિકન નાગરિકો જોખમી કેમિકલ, પ્રદૂષકો, જંતુનાશક, દવાઓ અને ખાદ્ય પદાર્થોથી સુરક્ષિત રહેલા છે જે આજે આપણા દેશ માટે મોટું સ્વાસ્થ્ય જોખમ બનાવે છે.

- Advertisement -

જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે Robert F Kennedy Jr ની નિમણૂકતાની જાહેરાત બાદ તરત જ આ નિર્ણયને લઈને વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, ટ્રમ્પ દ્વારા એક એવી વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેમના મંતવ્યો જાહેર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખતરનાક મનાઈ છે. જ્યારે તે વેક્સીન વિરોધી રહેલ છે.

Share This Article
Leave a comment