Sri Lanka ટીમને બીજી વનડે પહેલા લાગ્યો મોટો ઝટકો, ટીમમાંથી આ સ્ટાર ખેલાડી થયો બહાર

Amit Darji

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. જ્યારે Sri Lanka ની ટીમને બીજી વનડે મેચમાં પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. બંને ટીમોની વચ્ચે સીરીઝમાં એક મેચ રમાઈ ચુકી છે. જે ટાઈમાં સમાપ્ત થઈ હતી. સીરીઝની બીજી મેચ 4 ઓગસ્ટના રમાવવાની છે. આ મેચ અગાઉ શ્રીલંકાના એક સ્ટાર ખેલાડી સમગ્ર સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગા રહેલા છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સમાં આ વાતને લઈને જાણકારી સામે આવી છે. જ્યારે આ શ્રીલંકાની ટીમ માટે મોટો ઝટકો રહેલો છે.

ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા

ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા ઈજાના લીધે ભારત સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાંથી બહાર થઈ થઈ ગયા છે. શ્રીલંકાની ટીમ પહેલા ઝડપી બોલર મતિશા પથિરાના અને દિલશાન મદુશંકાની ગેરહાજરીથી સંઘર્ષ કરી રહ્યા હતા અને હવે સ્ટાર ખેલાડી હસરંગાના આઉટ થઈ જતા તેમની ટીમ ઘણી નબળી જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, હસરંગા શાનદાર ફોર્મમાં રહેલા હતા અને તેમણે પ્રથમ વનડેમાં શ્રીલંકા માટે મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. તેમને ત્રણ વિકેટ અને 24 રનની ઝડપી ઈનિંગ્સ શ્રીલંકન ટીમ માટે ઘણી મહત્વની બની હતી. તેમ છતાં હેમસ્ટ્રિંગની ઈજા તેમના માટે ફિટનેસ અવરોધ બની હતી.

- Advertisement -

પ્રથમ વનડે મેચ ટાઈ રહી

a4646.jpg.webp

આ સિરીઝમાં રમાયેલ પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ મેચમાં બંને ટીમો દ્વારા 230 રન બનાવવામાં આવ્યા હતા. શુક્રવારના રમાયેલી પ્રથમ વનડેમાં 231 રનના ટાર્ગેટનો પીછો કરતા સમયે ભારત ત્રણ વિકેટે 130 રન પર સારી સ્થિતિમાં રહેલું હતું. પરંતુ શ્રીલંકાના સ્પિનરો સામે તેમની સ્થિતિ બગડી ગઈ અને કોઈપણ ટીમ આ મેચ જીતી શકી નહીં.

- Advertisement -

વનડે સીરીઝ માટે શ્રીલંકાની ટીમ

પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), ઝેનિથ લિયાનગે, ડુનિથ વેલલાગે, વાનિન્દુ હસરાંગા (બીજી અને ત્રીજી વન્ડેથી બહાર), મહિષ થીક્ષાના, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાજ, ચમિકા કરુણારત્ને, અકિલા ધનંજય, કામિન્દુ મેન્ડિસ, નિશાન મદુષ્કા, ઈશાન મલિંગા.

- Advertisement -
Share This Article
Leave a comment