The Great Indian Kapil Show 2 ને મળી કાનૂની નોટિસ? જાણો શું છે સમગ્ર મામલો…

Amit Darji

કપિલ શર્મા શો ‘The Great Indian Kapil Show 2’ દ્વારા કોમેડી ની દુનિયામાં વાપસી કરી લીધી છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો આ દિવસોમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. એવામાં ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો મુશ્કેલીમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના લીધે કપિલ શર્મા ને કાનૂની નોટિસ મોકલવામાં આવેલ છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2 ની ટીમ પર નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોર નું નામ કલંકિત કરવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કપિલ શર્માની ટીમ દ્વારા બંગાળી સમાજ ની સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, બોંગો સ્પીકિંગ મહાસભા ફાઉન્ડેશન (BBMF) ના પ્રમુખ દ્વારા તેમના સલાહકાર દ્વારા આ મામલામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, શોમાં રવીન્દ્રનાથ ટાગોરના વારસાને ઓછો આંકવામાં આવ્યો હતો. તેની સાથે જ કપિલ શર્માની ટીમ ને તરત જ નોટિસ અપાઈ હતી. ત્યાર બાદ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ ને પણ આ મામલામાં ખેંચવામાં આવી રહ્યો છે. સલમાન ખાનનું નામ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો હતો. આ મામલામાં સલમાન ખાનની ટીમ દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલામાં સલમાન ખાનની ટીમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમને કપિલ શર્માના શો સાથે કોઈ લેવાદેવા રહેલ નથી. સલમાન ખાનની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેટફ્લિક્સ સાથે જોડાતા પહેલા તે કપિલ શર્માના શોને પ્રોડ્યુસ કરતા હતા. તેમ છતાં હવે સલમાન ખાનની ટીમનું નેટફ્લિક્સ સાથે કોઈ જોડાણ રહેલ નથી. રિપોર્ટ્સ મુજબ, કપિલ શર્માની સાથે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ ને પણ નોટિસ મોકલવામાં આવતા તેમની ટીમ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

- Advertisement -
Share This Article
Leave a comment