WTC ની ફાઇનલ આવતા વર્ષે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે, તારીખ કરવામાં આવી જાહેર

Amit Darji

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023-25 ફાઈનલ મેચનું આયોજન લંડનનું ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ બાબતમાં જાહેરાત કરવામાં આવી હતી. ફાઈનલ આગામી વર્ષે 11 થી 15 જૂન દરમિયાન લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાવવાની છે.

તેની સાથે જણાવી દઈએ કે, આ મેચ WTC ની ત્રીજી ફાઇનલ હશે. અત્યાર સુધીની ત્રણેય સત્રની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં જ રમાઈ છે. સાઉથમ્પટન માં 2021 ની પ્રથમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. જ્યારે બીજી ફાઇનલ 2023 માં લંડનના ઓવલ મેદાન પર રમાઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને હરાવવામાં આવ્યું હતું. ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ક્રિકેટ કેલેન્ડરની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંથી એક બની ગયેલ છે અને અમને 2025 સિઝનની તારીખોની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.

ટેસ્ટ ક્રિકેટમાં બે વર્ષનું ચક્ર ચાલી રહ્યું છે અને પછી ફાઈનલ મેચ રમાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ છે. ભારત વધુમાં વધુ બે વખત ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં આવ્યું છે પરંતુ ટાઇટલ જીતવામાં તે સફળ રહ્યું નથી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો અત્યાર સુધી ચેમ્પિયન બનેલ છે.

- Advertisement -

રોહિત શર્મા ની આગેવાની વાળી ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા થી પોઈન્ટ ટેબલમાં આગળ રહેલ છે. WTC ફાઈનલની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના ઈરાદાથી ભારત આ વર્ષના અંતમાં પાંચ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ટીમ થી ટકરાશે. જ્યારે ન્યુઝીલેન્ડ (ત્રીજા), ઇંગ્લેન્ડ (ચોથા), દક્ષિણ આફ્રિકા (પાંચમા) અને બાંગ્લાદેશ (છઠ્ઠા) અને શ્રીલંકા (સાતમા) ફાઇનલમાં પહોંચવાની રેસમાં રહેલું છે. તેમ છતાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે સીરીઝમાં 0-2 થી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ટીમને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આ ટેબલમાં પાકિસ્તાન આઠમા સ્થાન પર અને વેસ્ટ ઈન્ડિઝ નવમા સ્થાન પર રહેલું છે.

Share This Article
Leave a comment