ફિલ્મ ‘Stree-2’ એ બોક્સ ઓફીસ પર કર્યો ધમાકો, વિકેન્ડની કમાણી જાણીને થઈ જશો ચકિત….

Amit Darji

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘Stree-2’ દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવામાં આવી છે. આ ફિલ્મ જે રીતે કલેક્શન કરી રહી છે તે જોઈને લાગે છે કે, આવનારા દિવસોમાં તે ઘણા રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું પણ થયું નથી અને તેણે 283 કરોડ રૂપિયાનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેના પ્રથમ ચાર દિવસની કમાણીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.

‘Stree-2’ નું નિર્માણ દિનેશ વિજન ના પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ પર વીકએન્ડની કમાણીનો આંકડો શેર કરતાં મેડોક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મે અઠવાડિયાના અંત પર વિશ્વભરમાં રૂ. 283 કરોડની કમાણી કરવામાં આવી છે. તેમાંથી રૂ. 240 કરોડ એકલા ભારતમાં એકત્ર થયા છે અને વિદેશી બોક્સ ઓફિસ પરથી રૂ. 43 કરોડ એકત્ર થયેલ છે.

ફિલ્મ ‘સ્ત્રી 2’ ને 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવી હતી. તેના દ્વારા પ્રથમ દિવસે 64.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં આવ્યો હતો. તેમાં પેઇડ પ્રિવ્યુ ની કમાણીનો પણ સમાવેશ થાય છે. બીજા દિવસે એટલે કે શુક્રવાર ના તેના દ્વારા 35.3 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. શનિવાર ની કમાણીમાં વધુ વધારો થયો હતો અને ત્રીજા દિવસે તેના દ્વારા 45.7 કરોડ રૂપિયા એકત્રિત કરી લેવામાં આવ્યા હતા. રવિવારના ફિલ્મમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ફિલ્મ દ્વારા ચોથા દિવસે 58.2 કરોડની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. .

- Advertisement -

‘સ્ત્રી 2’ ની કમાણી બીજા દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે પોતાના શાનદાર પ્રદર્શન થી ‘સ્ત્રી-2’ દ્વારા ભારતમાં 204 કરોડ રૂપિયા નું નેટ કલેક્શન કરી લેવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમારની સાથે-સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના દ્વારા પણ અભિનય કરવામાં આવ્યો છે.

Share This Article
Leave a comment