ફિલ્મ “Pushpa 2” એ રિલીઝ પહેલા અમેરિકામાં બનાવ્યો આ મોટો રેકોર્ડ  

Amit Darji

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘Pushpa 2’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ માં ફેરફારથી ચાહકો થોડા નિરાશ થઈ ગયા હતા, પરંતુ અંતે તે સમય આવી ગયો છે. 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એવામાં અલ્લુ અર્જુન માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવવા નું શરુ કરી દીધું છે. ફિલ્મ ‘પુષ્પા 2’ દ્વારા અમેરિકામાં રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ફિલ્મ ‘Pushpa 2’ દ્વારા અમેરિકામાં કયો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘Pushpa 2’ જોવા માટે દેશ-વિદેશના લોકો ઉત્સાહિત રહેલા છે. ભારતમાં આ ફિલ્મનું પ્રી-બુકિંગ હજુ શરૂ થયેલ નથી અને એડવાન્સ બુકિંગ ની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે, અમેરિકામાં ટિકિટનું પ્રી-સેલ્સ ઘણા સમય પહેલા કરવામાં આવી રહ્યું છે. અલ્લુ અર્જુન ની ફિલ્મ દ્વારા અમેરિકામાં પ્રી-સેલ્સમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. નિર્માતાઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે કે, અલ્લુ અર્જુનની ફિલ્મ દ્વારા યુએસમાં પ્રી-સેલ્સમાં 1.25 મિલિયન ડોલરથી વધુની કમાણી કરવામાં આવી છે. આ ફિલ્મની અત્યાર સુધીમાં 45 હજારથી વધુ ટિકિટ વેચવામાં આવી છે. આ રીતે યુએસમાં સૌથી ઝડપી પ્રી-સેલ્સ કમાણી કરનારી ‘પુષ્પા 2’ પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની ફિલ્મનું પ્રિમિયર યુએસમાં 4 ડિસેમ્બર ના રોજ થવાનું છે.

ફિલ્મ ‘પુષ્પા 2’ નું ટ્રેલર થઈ ચૂક્યું છે રિલીઝ

તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા 2’નું ટ્રેલર ગયા રવિવારના રોજ એટલે કે 17 નવેમ્બર ના રોજ રિલીઝ થયું હતું. બિહારની રાજધાની પટનામાં આયોજિત ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા 2’ ના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આ ફિલ્મમાં જોવા મળેલા દરેક સ્ટાર દ્વારા એક્ટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સુકુમારના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘પુષ્પા 2’ માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

- Advertisement -
Share This Article
Leave a comment