Durban માં રમાવનાર India vs South Africa આફ્રિકા મેચને લઈને આવ્યા મોટા સમાચાર, આ કારણોસર રદ થઈ શકે છે મેચ

Amit Darji

ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી છે જ્યાં તેને યજમાન ટીમ સાથે 4 મેચની T20 સીરીઝ રમવાની છે. આ સીરીઝ આવતીકાલે એટલે કે 8 મી નવેમ્બરથી Durban માં થી શરૂ થવાની છે. સૂર્યકુમાર યાદવ ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છાથી ઉતરશે. તેમ છતાં ભારતીય ટીમ માટે સાઉથ આફ્રિકાની ટીમના પડકારનો સામનો કરવો સરળ રહેવાનો નથી. ભારતીય ટીમ દ્વારા આ વર્ષે T-20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાનું સપનું તોડીને ટાઇટલ જીતવા માં આવ્યું હતું. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા આ હારનો બદલો લેવાના ઈરાદે ઉતરશે.

આ પ્રવાસમાં યુવા ખેલાડીઓની સાથે ટીમના સિનિયર ખેલાડીઓ દ્વારા જેમ કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ સાઉથ આફ્રિકા સામેની સીરીઝને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ હવામાન તેમાં અડચણ ઉભું કરી શકે છે. વાસ્તવમાં, પ્રથમ T20 મેચ પહેલા ડર્બન થી કોઈ સારા સમાચાર સામે આવ્યા નથી. પ્રથમ મેચમાં વરસાદ નો ખતરો મંડરાઇ રહ્યો છે. આ મેચ સ્થાનિક સમય મુજબ સાંજના 5:00 કલાકે અને ભારતીય સમય અનુસાર રાત્રીના 8:30 કલાક ના શરૂ થશે. હવામાન દ્વારા જણાવવામાં આવ્યું છે આ મેચમાં વરસાદ વરસી શકે છે.

તમને જણાવી દઈએ કે, Accuweather ના રિપોર્ટ મુજબ, આ મેચની શરૂઆતમાં આકાશ વાદળછાયું રહેવાનું છે પરંતુ વરસાદની કોઈ શક્યતા રહેલી નથી. સ્થાનિક સમય મુજબ સાંજના 7:00 વાગ્યે વરસાદ શરૂ થવાની શક્યતા રહેલી છે. સાંજના 7:00 વાગ્યા પછી વરસાદની સૌથી વધુ શક્યતા 47 ટકા રહેલી છે. બાકીના દિવસોમાં વરસાદ ની શક્યતા 50 ટકાથી વધુ રહેલી છે. એવામાં જો વરસાદ વિલન બનશે તો આ મેચ ની રદ થવાની શક્યતા રહેલી છે.

- Advertisement -
Share This Article
Leave a comment