Sri Lanka ના નૌકાદળે તામિલનાડુનાં વધુ 11 ભારતીય માછીમારોની કરી ધરપકડ

Amit Darji

Sri Lanka નેવી દ્વારા ફરી 11 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. નૌકાદળની સત્તાવાર જાહેરાત મુજબ, આ લોકોની માછલી પકડવા માટે દરિયાઈ સરહદ પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવેલ છે. તેની સાથે આ વર્ષે અત્યાર સુધીમાં શ્રીલંકાએ દરિયાઈ સરહદ પાર કરીને માછીમારીના આરોપમાં 333 ભારતીયની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ માછીમારોના ટ્રોલરની શ્રીલંકાના ઉત્તરી પ્રાંતમાં જાફના નજીક પોઈન્ટ ઓફ પેડ્રોના નજીક માછલી પકડવા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. જે લોકોને પકડવામાં આવ્યા હતા તેમના સામે આગળની કાર્યવાહી કરવા માટે કનકેસંથુરાઈ ફિશિંગ હાર્બર ખાતે લાવવામાં આવ્યા હતા. સત્તાવાર જાહેરનામા મુજબ, આ વર્ષે શ્રીલંકામાં 333 ભારતીયો ની ધરપકડ કરવામાં આવી છે. તે સમયે 45 થી વધુ ટ્રોલર્સ પણ જપ્ત કરાયા છે.

આ દરમિયાન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ફરી એક વખત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને 11 માછીમારોની ધરપકડમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. સ્ટાલિને તેમાં જણાવ્યું હતું કે, “તમિલનાડુના માછીમારોને પકડવાની વધુ એક ઘટના પર હું તમને ગંભીર ચિંતા સાથે પત્ર લખી રહ્યો છું.”

- Advertisement -

તમને જણાવ્યું છે કે, નાગાપટ્ટિનમ જિલ્લાના કોડિયાકરાઈના દક્ષિણ-પૂર્વમાં માછીમારી કરતા સમયે માછીમારોની ધરપકડ કરાઈ હતી. તેની સાથે સ્ટાલિને તે પણ જણાવ્યું છે કે, “મેં આ વાત પર ભારપૂર્વક કહ્યું છે કે, આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે, જે ચિંતા ઉભી કરે છે. એકલા 2024 માં શ્રીલંકન નેવી દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં માછીમારોને તેના લીધે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ કારણોસર તેમની આજીવિકા પર માઠી અસર પડી રહી છે.

મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના સિવાય છેલ્લા બે અઠવાડિયામાં શ્રીલંકાના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા દરિયામાં માછીમારો પર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવી છે અને આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂરીયાત છે.

- Advertisement -
Share This Article
Leave a comment