આખરે ખતમ થયો ઇંતઝાર, આવી ગઈ Squid Game 3 ની રિલીઝ ડેટ

Amit Darji

આજકાલ ગેમિંગની દુનિયામાં રહેતા ગેમર્સ છેલ્લા ઘણા મહિનાથી Squid Game 3ની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા હતા, જેનો આજે અંત આવી ગયો છે. ગેમર્સ આ ગેમ નેટફ્લિક્સ ગેમ્સ પર રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, 2021માં નેટફ્લિક્સ પર કોરિયન વેબ સિરીઝ રજૂ કરવામાં આવી હતી, જેનું નામ ‘સ્ક્વિડ ગેમ’ હતું. જો કે, આ વેબ સિરીઝે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી. જેના કારણે આ વેબ સિરીઝને ગેમર્સ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી અને તેના કારણે જ હવે આ વેબ સિરીઝ પર આધારિત એક નવી ગેમ નેટફ્લિક્સ પર પણ લોન્ચ થવાની છે.

જો કે, સ્ક્વિડ ગેમ વેબ સીરીઝ પર આધારિત ગેમ લોન્ચ થાય તે પહેલા જ આ વેબ સીરીઝની સીઝન 2 અને સીઝન 3 ની વિગતો સામે આવી ગઈ છે.

- Advertisement -

જ્યારે નેટફ્લિક્સે પોતે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે, આ શાનદાર કોરિયન વેબ સિરીઝની આગામી સિઝન એટલે કે સ્ક્વિડ ગેમ સીઝન 2 આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. જ્યારે, આ સિરીઝની ત્રીજી સીઝનનું પ્રીમિયર 2025 માં જ કરવામાં આવશે.

જો કે, Netflix દ્વારા આપવામાં આવેલી આ માહિતીથી ગેમ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ સમાચારથી મોબાઈલ ગેમર્સ સૌથી વધુ ખુશ થયા છે, જેમણે આ વેબ સિરીઝ સૌથી વધુ પસંદ આવી છે અને તેના પર બેઝિક ગેમ્સ રમવાની પણ માંગ કરી છે.

- Advertisement -

સ્ક્વિડ ગેમની પ્રથમ સિઝનની જબરદસ્ત સફળતા બાદ હવે બીજી સિઝનની પણ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. અને હવે જ્યારે તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે ત્યારે ગેમ ચાહકોની ઉત્સુકતા વધારે વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે, સ્ક્વિડ ગેમ સિઝન 2 26મી ડિસેમ્બરે રિલીઝ થશે. જ્યારે, સીઝન 3 2025 માં રિલીઝ થશે, પરંતુ કંપનીએ હજી સુધી તેની રિલીઝની તારીખ જાહેર નથી કરી.

Share This Article
Leave a comment