રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ માં Shruti Haasan નો જોવા મળશે ખાસ રોલ, નિર્માતાએ પોસ્ટર જાહેર કરી કર્યો ખુલાસો

Amit Darji

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મમાં દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. હવે નિર્માતાઓ દ્વારા એક પછી એક તેની સ્ટાર કાસ્ટ ને લઈને જણાવવામાં આવી રહ્યું છે. આ બાબતમાં લોકેશ કનાગરાજ દ્વારા ફિલ્મની પ્રથમ મહિલા લીડ રોલ નો ખુલાસો કરવામાં આવ્યો છે. આગામી ગેંગસ્ટર એક્શન ડ્રામાના નિર્માતાઓ દ્વારા અભિનેત્રી Shruti Haasan ના પાત્રનું પોસ્ટર તેમના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યું છે.

નિર્માતાઓ દ્વારા બહાર પાડવામાં આવેલ મોનોક્રોમેટિક પોસ્ટરમાં રજનીકાંત અભિનીત ફિલ્મમાં અભિનેત્રી પ્રીથીના રૂપમાં દેખાડવામાં આવી છે. જ્યારે આ પોસ્ટરમાં શ્રુતિ હાસનના હાથમાં એક કોદાળી પકડેલી જોવા મળી રહી છે. પોસ્ટરમાં અભિનેત્રીનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. તેની સાથે રસપ્રદ વાત એ છે કે, તેમાં લાલ બિંદી ને પણ હાઈલાઈટ કરવામાં આવી છે.

તેની સાથે નિર્માતાઓ દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘કુલી ની દુનિયામાંથી શ્રુતિ હાસન ને પ્રીથી તરીકે રજૂ કરી રહ્યાં છીએ. આ અગાઉ, નિર્માતાઓ દ્વારા મલયાલમ અભિનેતા સોબિન શાહિર અને તેલુગુ સ્ટાર નાગાર્જુન ના પોસ્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં નિર્માતાઓ દ્વારા શ્રુતિ હાસન ના પાત્ર વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, તે ફિલ્મમાં રજનીકાંતની પુત્રીની ભૂમિકા ભજવવાની છે. તેમ છતાં આ અંગે હજુ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

- Advertisement -

ફિલ્મ ‘કુલી’ નું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અનિરુદ્ધ રવિચંદર સંગીત નિર્દેશક રહેલા છે. જ્યારે ફિલ્મને 2025 માં રીલીઝ કરવાની યોજના રહેલી છે. જાણકારી મુજબ, ‘કુલી’ લોકેશ સિનેમેટિક યુનિવર્સ ની ફિલ્મ નહીં હોય. ‘કુલી’ માં સોનાની દાણચોરી કરનારા માફીયા ની કહાની રજૂ કરવામાં આવશે.

Share This Article
Leave a comment