વિશાલ ભારદ્વાજની થ્રિલર ફિલ્મમાં જોવા મળશે Shahid Kapoor, જાણો ક્યારે શરૂ થશે આ ફિલ્મ પર કામ…

Amit Darji
xr:d:DAFnBIsUam4:428,j:1764684426812017946,t:23081010

શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ દ્વારા વર્ષ 2009 માં ‘કમીને’ અને 2014 માં ‘હૈદર’ ની સાથે ફિલ્મમાં કામ કરવામાં આવ્યું હતું. બંને ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે તાજેતરના એક રિપોર્ટ સામે આવ્યું કે, નિર્માતા સાજિદ નડિયાદવાલા એક્શનથી ભરપૂર થ્રિલર માટે શાહિદ અને વિશાલને પરત લાવવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, આ ભારદ્વાજના કારકિર્દીની પ્રથમ એક્શન ફિલ્મ રહેવાની છે.

એક નામી ચેનલની રિપોર્ટ મુજબ, સાજિદ નડિયાદવાલા, શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ દ્વારા એક એક્શન થ્રિલર માટે હાથ મિલાવવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર, વિશાલ ભારદ્વાજ દ્વારા તેની કારકિર્દીની પ્રથમ એક્શન ફિલ્મને તૈયાર કરી રહ્યા છે અને નિર્માતા દ્વારા તેને મોટા પાયે બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ એક મિશન આધારિત એક્શન થ્રિલર ફિલ્મ રહેવાની છે અને સાજિદ નડિયાદવાલા તેને સૌથી મોટા સંભવિત રીતે રજૂ કરવા માટે ઉત્સાહિત રહેલા છે.

Shahid Kapoorઆ

- Advertisement -

એક રિપોર્ટ મુજબ, સાજિદ અને વિશાલનું માનવું છે કે, શાહિદ કપૂર આ રોલ માટે સૌથી યોગ્ય રહેલા છે. એટલું જ નહીં, નિર્માતાઓ દ્વારા અત્યાર સુધીમાં ટાઈટલ વગરની આ ફિલ્મ માટે છ વિશાળ એક્શન સેટ બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સમાચાર મુજબ, શાહિદ કપૂર આ એક્શન થ્રિલરની કહાનીથી પ્રભાવિત થયા હતા અને સ્ક્રિપ્ટમાં જોરદાર એક્શન જોઇને તે તરત જ રાજી થઈ ગયા હતા.

તેની સાથે તે પણ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શાહિદને વિશાલ અને સાજિદ માટે ખૂબ સમ્માન છે અને તે ફિલ્મની કહાની સાંભળી તરત જ ફિલ્મમાં સામેલ થઈ ગયા હતા. નોંધનીય છે કે, અભિનેતા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2024 માં વિશાલ અને સાજિદ સાથે ફિલ્મ પર કામ શરૂ કરવાના છે. ભારત અને અમેરિકામાં તેનું મોટા ભાગનું શૂટિંગ કરવામાં આવશે.

- Advertisement -

ફિલ્મ વિશે વધુ જાણકારી આપતા નામી ચેનલમાં જણાવવામાં આવ્યું હતું કે, શાહિદ, વિશાલ અને સાજિદ ચાહકો સમક્ષ એક સંપૂર્ણપણે નવી વાર્તા રજૂ કરવા માટે ઉત્સાહિત છે. જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ આજના દર્શકો માટે બનાવવામાં આવી છે, જેને અત્યાર સુધી બનેલી તમામ ફિલ્મોથી ખૂબ જ અલગ રીતે રજૂ કરાશે. નિર્માતાઓ દ્વારા મહિલા લીડ તરીકે એ-લિસ્ટર અભિનેત્રીને કાસ્ટ કરવા ઈચ્છેછે. પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે અને ફિલ્મ વર્ષ 2025 માં મોટા પડદા કરવામાં આવશે.

Share This Article
Leave a comment