Sanju Samson એ સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી સૂર્યકુમારનો તોડ્યો મોટો રેકોર્ડ

Amit Darji

Sanju Samson છેલ્લા થોડા સમયથી શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T-20 મેચમાં સદી ફટકારવામાં આવી હતી. જ્યારે આ તેની T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સદી રહેલી છે. તેની સાથે સતત 2 T20 મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેના પહેલા કોઈ ભારતીય ખેલાડી દ્વારા આ કારનામું કરવામાં આવ્યું નથી. સંજુ સેમસન દ્વારા પોતાની શાનદાર બેટિંગ થી બધાને ચકિત કરી દીધા છે.

સંજુ સેમસન દ્વારા સાઉથ આફ્રિકા સામે શાનદાર બેટિંગ કરવામાં આવી હતી અને માત્ર 47 બોલમાં સદી ફટકારવામાં આવી હતી. ઇનિંગ્સની શરૂઆતથી જ તેણે ઝડપથી રન બનાવવાનું શરૂ કરી દીધું અને સદી ફટકારી દીધી હતી. તેણે પોતાની ઇનિંગમાં 50 બોલ રમીને 107 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને 10 સિક્સર સામેલ છે. ખાસ વાત એ રહી કે, સંજુ સાઉથ આફ્રિકા સામેની T20 મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે સૂર્ય કુમાર યાદવનો રેકોર્ડ તોડી દીધો છે. સંજુ સેમસન દ્વારા 47 બોલમાં સદી ફટકારવામાં આવી છે. જ્યારે સૂર્યા દ્વારા વર્ષ 2023 માં સાઉથ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 55 બોલમાં સદી ફટકારવામાં આવી હતી.

સાઉથ આફ્રિકા સામે T20 મેચોમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓ:

Sanju Samson – 47 બોલ

- Advertisement -

સૂર્યકુમાર યાદવ – 55 બોલ

સુરેશ રૈના- 59 બોલ

- Advertisement -

સંજુ સેમસન સાઉથ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન ખેલાડી બની ગયો છે. તેના પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ દ્વારા સદી ફટકારવામાં આવી છે. પ્રથમ T20 મેચમાં સંજુ સેમસન દ્વારા એકલા હાથે ટીમને જીત આપવામાં આવી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

આ મેચમાં ભારતીય ટીમ દ્વારા સાઉથ આફ્રિકાને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકા ટીમ માત્ર 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સંજુની સદી બાદ બોલરો દ્વારા ભારત માટે શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આફ્રિકન બેટ્સમેનો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ સામે ટકી શક્યા નહોતા અને જલ્દી આઉટ થઈ ગયા હતા. આ બંને ખેલાડીઓ દ્વારા ત્રણ-ત્રણ વિકેટ લેવામાં આવી હતી.

- Advertisement -
Share This Article
Leave a comment