Ukraine ની એક હોટલ પર રશિયાએ કર્યો હુમલો, સમાચાર એજન્સીના સુરક્ષા સલાહકારનું મોત, બેને ઈજા

Amit Darji

રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ પાછળ હટવા માટે તૈયાર નથી. હવે જાણકારી સામે આવી રહી છે કે, ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરી રહેલા એક બ્રિટિશ સુરક્ષા સલાહકાર નું શનિવાર રાત્રીના પૂર્વી યુક્રેનના ક્રમાટોર્સ્કમાં એક હોટલ પર રશિયન હુમલામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ હુમલામાં અન્ય બે પત્રકારોને ઈજા પહોંચી છે.

સમાચાર એજન્સીના પ્રવક્તા દ્વારા મૃતક સુરક્ષા સલાહકાર ની ઓળખ બ્રિટિશ નાગરિક રાયન ઈવાન્સ તરીકે કરવામાં આવી છે. આ સિવાય અન્ય બે પત્રકારોને પણ ઈજા પહોંચી છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. એકની હાલત ગંભીર રહેલી છે. વાસ્તવમાં, રોયટર્સ દ્વારા યુક્રેનમાં યુદ્ધ વિશે જાણકારી એકત્ર કરવા માટે હોટલ સેફાયરમાં છ લોકોની ટીમ રાખવામાં આવી હતી. રેયાન પણ આ ટીમનો એક ભાગ રહેલો હતો.

સમાચાર એજન્સી દ્વારા રવિવારના આ જાણકારી આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમે હજુ વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેની સાથે ક્રેમેટોર્સ્કમાં અધિકારીઓ સાથે મળીને કામ પણ કરી રહ્યા છીએ. અમે અમારા સહયોગીઓ અને તેમના પરિવારોને સમર્થન કરી રહ્યા છીએ. રિયાનના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ રહેલી છે. રિયાને અમારા ઘણા પત્રકારોને વિશ્વભરની ઘટનાઓ કવર કરવા માટે મદદ કરી છે. અમે તેને ખૂબ યાદ કરીશું.”

- Advertisement -

વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 38 વર્ષીય ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિક ઈવાન્સ 2022 થી રાઇટર્સની સાથે કામ કરી રહ્યા હતા. તે પોતાના સાથી પત્રકારોને યુક્રેન અને પેરિસ ઓલિમ્પિક સહિત વિશ્વભરમાં સુરક્ષાની સલાહ આપતા રહેતા હતા. સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, તેમના બે અન્ય સાથી પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને તેમને સામાન્ય ઈજા પહોંચી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી એ પણ રવિવારના પોતાના સંબોધનમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

જ્યારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું છે કે, ઇજાગ્રસ્તોમાં એક અમેરિકન નાગરિક પણ રહેલ છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. ડોનેટ્સ્ક પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રના વડા વાદિમ ફિલાશકિને જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત થયેલા પત્રકારોમાં યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ, લાતવિયા અને જર્મનીના નાગરિકો સામેલ છે.

- Advertisement -
Share This Article
Leave a comment