Ranbir Kapoor ની ફિલ્મ રામાયણની રિલીઝ ડેટ જાહેર, નિતેશ તિવારીએ 2026-2027 ની દિવાળી બુક કરી

Amit Darji

Ranbir Kapoor ની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ ની ચાહકો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં હવે મેકર્સ દ્વારા આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે અને તેની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મ ‘રામાયણ’ ના નિર્દેશક નિતેશ તિવારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરતા જણાવવામાં આવ્યું છે કે, તેને બે ભાગમાં રિલીઝ કરશે. આ ફિલ્મ 2026 અને 2027 ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝમાં હજુ ઘણો સમય રહેલો છે પરંતુ તેની જાહેરાત બાદ ચાહકોમાં તેને લઈને ઉત્સાહ વધી ગયો છે.

ફિલ્મ ‘રામાયણ’ ના નિર્દેશક નિતેશ તિવારી સિવાય નિર્માતા નમિત મલ્હોત્રા દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. તેમણે તેની સાથે લખ્યું છે કે, એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવાન પ્રથમ પહેલ કરી હતી, જેને 5000 વર્ષથી વધુ સમયથી અબજો દિલો પર રાજ કર્યું છે. આજે તેને સુંદર આકાર લેતા જોઈને હું રોમાંચિત છું. અમારો એક માત્ર ઉદ્દેશ્ય આપણા ઈતિહાસ, સત્ય અને સંસ્કૃતિને – રામાયણનું સૌથી અધિકૃત સંસ્કરણ વિશ્વભરના લોકો સમક્ષ રજૂ કરવાનો રહેલો છે. અમારી સાથે જોડાઓ કેમ કે, અમે અમારા મહાન મહાકાવ્યને ગર્વ અને શ્રદ્ધાની સાથે જીવંત કરવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરી રહ્યા છીએ.

તેની સાથે નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ ને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. તેમ છતાં આ જાણકારી સામે આવી ચુકી છે કે, ફિલ્મ ‘રામાયણ’ માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, અરુણ ગોવિલ રાજા દશરથ, રવિ દુબે લક્ષ્મણ, ઈન્દિરા કૃષ્ણન કૌશલ્યાના રોલમાં જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘રામાયણ’ ના સેટ પરથી દરરોજ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર લીક થયા કરે છે. જ્યારે નિર્માતાઓ દ્વારા સખ્ત વ્યવસ્થા કરવામાં આવી છે તેના લીધે શુટિંગને કોઈ કેમેરામાં કેપ્ચર કરી ના શકે.

- Advertisement -
Share This Article
Leave a comment