‘Pushpa 2: The Rule’ નો ધમાકો, રિલીઝના 10 દિવસ પહેલા કરી અધધધ રૂપિયા ની કમાણી… 

Amit Darji

અલ્લુ અર્જુનની ‘Pushpa 2: The Rule’ ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ નવ દિવસ બાકી રહેલા છે, આ ફિલ્મ આજથી બરાબર 10 માં દિવસે રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ બોક્સ ઓફિસ ના બધા રેકોર્ડ તોડવાની તૈયાર માં રહેલ છે. આ ફિલ્મ દુનિયાભરમાં એક ગ્રાંડ ભવ્ય રિલીઝ માટે તૈયાર રહેલી છે અને તે પહેલા જ ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ એડવાન્સ બુકિંગ પુરજોશમાં શરૂ થઈ ગયેલ છે. જે રીતે ફિલ્મની ટિકિટો વેચાઈ રહી છે તેને જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મ દ્વારા બમ્પર ઓપનિંગ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા તેના પ્રારંભિક એડવાન્સ બુકિંગમાં ‘RRR’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દેવામાં આવી છે.

‘Pushpa 2: The Rule’ કમાણીના મામલામાં બનાવશે રેકોર્ડ

સોમવારના ટ્રેડ ટ્રેકર વેન્કી બોક્સ ઓફિસ દ્વારા ફિલ્મના યુએસ પ્રીમિયર માટે એડવાન્સ બુકિંગ કલેક્શન શેર કરવામાં આવ્યા હતા. એક્સ પર ટ્રેડ એનાલિસ્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે, ‘પુષ્પા 2 ધ રૂલ યુએસએ પ્રીમિયર એડવાન્સ સેલ્સ – $1,383,949, 900 લોકેશન, 3420 શો, 50008 ટિકિટો વેચાઈ.’ ભારતીય ચલણમાં વાત કરીએ તો ફિલ્મ દ્વારા 11 કરોડથી વધુ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરી લેવામાં આવ્યું છે. રવિવાર સાંજ સુધીમાં, ‘પુષ્પા 2’ દ્વારા અમેરિકામાં 50,000 થી વધુ ટિકિટો વેંચવામાં આવી હતી, જ્યારે રીલીઝના હજુ 10 દિવસ બાકી હતા. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર અમેરિકામાં એડવાન્સ બુકિંગ કલેક્શન $1.458 મિલિયન (લગભગ 12 કરોડ રૂપિયા) ને પાર કરી લીધા છે જે એક રેકોર્ડ રહેલ છે.

તેની સાથે ટ્રેન્ડ નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ રિલીઝના થવાના નવ દિવસ પહેલા એટલે 1.5 મિલિયન ડોલરને પાર કરી લેશે જેનો અર્થ એ છે કે, તે એસએસ રાજામૌલીની ‘RRR’ અને શાહરૂખ ખાન સ્ટારર ‘જવાન’ ને પાછળ છોડી દેશે, જે હાલના દિવસોમાં અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર બે સૌથી મોટી ભારતીય ફિલ્મો રહેલ છે. બંને ફિલ્મોએ ઉત્તર અમેરિકામાં 15 મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી અને મહાદ્ધિપમાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ પાંચ ભારતીય ફિલ્મોમાં સામેલ છે.

- Advertisement -

ફિલ્મ આ દિવસે થશે રિલીઝ

તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા 2: ધ રૂલ’ નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવેલ છે. આ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રાઇઝ’ ની સિક્વલ રહેલી છે. તેમાં અલ્લુ અર્જુનને ફરીથી મુખ્ય અભિનેતા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ફહદ ફાસીલ વિલનની ભૂમિકામાં રહેલ છે અને રશ્મિકા મંદન્ના મુખ્ય હિરોઈન રહેલ છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Share This Article
Leave a comment