Puneet સુપરસ્ટારની મારપીટનો વીડિયો થયો વાયરલ, YouTuber રડતા રડતા માફી માંગતો જોવા મળ્યો

Amit Darji

સોશિયલ મીડિયા સેન્સેશન અને બિગ બોસ સ્પર્ધક રહી ચુકેલા Puneet સુપરસ્ટાર ઘણી વખત પોતાની હરકતો ના લીધે ચર્ચામાં બન્યા રહે છે. પુનીત નો કોઈને કોઈ વીડિયો અવારનવાર વાયરલ થતો રહે છે. એવામાં આજે ફરી એક વખત પુનીત સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. પુનીત નો એક વીડિયો વાયરલ થયો છે તેમાં બે લોકો પુનીત નું અપમાન કરતા જોવા મળ્યા છે. જ્યારે પુનીતને થપ્પડ મારતાની સાથે જ તે ભાનમાં આવ્યો અને માફી માંગવા લાગ્યો હતો. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ ગયો છે. લોકો દ્વારા પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એક્સ પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા સેન્સેશન પુનીત એક દુકાન પર બેસીને પીણું પીતો જોવા મળી રહ્યો હતો. તે સમયે બે લોકો ત્યાં આવી પહોંચે છે પુનીતને થપ્પડ મારવા લાગે છે. પુનીતનો આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી સ્પષ્ટ કરી શકાયું નથી. પરંતુ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

તેની સાથે જણાવી દઈએ કે, પુનીત સોશિયલ મીડિયા પર પોતાના વિડીયોના લીધે અનેક વખત વાયરલ થતો રહે છે. પુનીતની લોકપ્રિયતા તેની સૌથી મોટી સંપત્તિ રહેલી છે. તેમ છતાં પુનીત દ્વારા તેની તમામ લોકપ્રિયતા વિચિત્ર અને અશ્લીલ કૃત્યો દ્વારા મેળવવામાં આવી છે. પુનીત ઘણી વખત ગટરમાં પશુની જેમ ફરતો પણ જોવા મળે છે અને ગંદુ ગટરનું પાણી પણ જોવા મળે છે. પુનીતની લોકપ્રિયતાને જોતા તેને બિગ બોસ ઓટીટીમાં પણ બોલાવવામાં આવ્યો હતો. તેમ છતાં માત્ર એક દિવસ પછી તેણે ઘરની બહારનો રસ્તો પસંદ કરી લીધો હતો. પુનીત હવે સોશિયલ મીડિયા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં, પુનીત દ્વારા યુટ્યુબના લોકપ્રિય રિયાલિટી શો ઈન્ડિયા ગોટ લેટેન્ટમાં પોતાનું ગાંડપણ દેખાડવામાં આવ્યું હતું.

- Advertisement -
Share This Article
Leave a comment