પોલીસે Salman Khan ને ધમકી આપનાર વ્યક્તિ ની કરી ધરપકડ, પોતાને લોરેન્સ બિશ્નોઈ નો ચાહક ગણાવ્યો

Amit Darji

બાબા સિદ્દીકી ના મૃત્યુ બાદ Salman Khan પોતાની જાતને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધમકી ઓ મળ્યા બાદ પણ સલમાન ખાને ફિલ્મ સિકંદર નું શૂટિંગ રોકવામાં આવ્યું નથી. સલમાન ખાન પણ સતત બિગ બોસ 18 ને પણ હોસ્ટ કરી રહ્યા છે. જ્યારે સલમાન ખાનની સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. છેલ્લા થોડા સમયમાં મુંબઈ પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન સલમાન ખાનને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, પોલીસ દ્વારા કર્ણાટકમાં એક રાજસ્થાની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ રહેલો છે.

તમને જણાવી દઈએ કે, 32 વર્ષના આ વ્યક્તિ દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ ભીખા રામ ઉર્ફે વિક્રમ હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ રાજસ્થાન ના જાલોર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિની વાત કરીએ તો તે કર્ણાટકમાં છુપાયેલો હતો. મહારાષ્ટ્ર પોલીસને આ વાતની જાણકારી મળતા જ તેની ધરપકડ કરાઈ હતી. માહિતીના આધારે મહારાષ્ટ્ર ની આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા કર્ણાટકના હાવેરી માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ પોતાની જાતને બચાવવા માટે છેલ્લા દોઢ મહિનાથી કર્ણાટકમાં પોતાનું લોકેશન બદલવામાં આવી રહ્યું હતું.

મીડિયા સાથે વાત કરતા સમયે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ દ્વારા પ્રાદેશિક ન્યૂઝ ચેનલ પર આવતા સમાચારને સતત ધ્યાનથી જોવામાં આવી રહ્યા હતા. એવામાં એક દિવસ આ વ્યક્તિ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં ફોન કરીને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ માણસ એક સામાન્ય કારીગર રહેલ છે જે પોતાને લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનું કહી રહ્યો છે. તેમ છતાં આ વ્યક્તિનો લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે કોઈ સંબંધ રહેલો નથી. ધરપકડ બાદ પોલીસ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ વ્યક્તિને મુંબઈ પોલીસને હવાલે કરી દેવાશે.

- Advertisement -
Share This Article
Leave a comment