પાકિસ્તાને PM Narendra Modi ને મોકલ્યું આમંત્રણ, ઓક્ટોબરમાં ઈસ્લામાબાદમાં યોજાશે SCO ની બેઠક

Amit Darji

પાકિસ્તાન દ્વારા PM Narendra Modi ને ઓક્ટોબરમાં ઈસ્લામાબાદમાં યોજાવનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક માટે આમંત્રણ આપવામાં છે. એક સ્થાનિક સમાચાર મુજબ, વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચ દ્વારા સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, 15-16 ઓક્ટોબરના યોજાવનાર બેઠકમાં ભાગ લેવા માટે દેશોના પ્રમુખોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ના સંપૂર્ણ સભ્ય રહેલ છે. જ્યારે SCO ના અન્ય સભ્ય દેશોમાં રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન સામેલ છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા બલુચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલાક દેશોએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સરકારોના વડાઓની બેઠકમાં ભાગ લેવાની તેમની પુષ્ટિ પહેલાથી કરી દેવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમય આવવા પર તે  જણાવવામાં આવશે કે, કયા દેશ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધો રહેલા છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમા પાર આતંકવાદ રહેલો છે.

SCO સમિટ પહેલા મંત્રી સ્તરીય બેઠક અને વરિષ્ઠ અધિકારીઓ ના ઘણા પ્રવાસની બેઠક કરવામાં આવશે, જેમાં SCO સભ્ય દેશોની વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત સાથેના સંબંધો વિશે પૂછવામાં આવતા પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાન નો ભારત સાથે સીધો દ્વિપક્ષીય વેપાર રહેલ નથી.

- Advertisement -

SCO એક સ્થાયી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન રહેલ છે. તે એક રાજકીય, આર્થિક અને સૈન્ય સંગઠન છે જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવાનો છે. તેની રચના વર્ષ 2001 માં કરવામાં આવી હતી. SCO ચાર્ટર પર વર્ષ 2002 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને વર્ષ 2003 માં તેને લાગુ કરવામાં આવ્યો હતો. આ સંગઠનનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સંવાદિતા ને મજબૂત કરવાનો રહેલો છે. રાજકારણ, વેપાર અને અર્થવ્યવસ્થા, સંશોધન અને ટેકનોલોજી અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં અસરકારક સહકાર  પ્રોત્સાહન આપવાનો રહેલો છે. શિક્ષણ, ઊર્જા, પરિવહન, પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંબંધો વધારવાના રહેલો છે. સંબંધિત વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.

Share This Article
Leave a comment