Pakistan માં પ્રાંતના મુખ્યમંત્રી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યો, જાણો PTI નેતા પર શું લાગ્યા આરોપ…

Amit Darji

Pakistan થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની એક કોર્ટ દ્વારા હથિયાર અને દારૂના એક મામલામાં  ખૈબર પખ્તુનખ્વા ના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ઓક્ટોબર 2016 માં પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે,  પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) નેતા પાસેથી પાંચ કલાશ્નિકોવ રાઇફલ, એક પિસ્તોલ, છ મેગેઝિન, એક બુલેટપ્રૂફ જેકેટ, ત્રણ ટીયર ગેસના શેલ અને દારૂની બોટલો મળી આવી હતી.

કાર્યવાહી દરમિયાન ગંદાપુર પ્રાંતીય મંત્રી હતા

આ કાર્યવાહી દરમિયાન અલી અમીન ગંદાપુર ખૈબર પખ્તુનખ્વા માં પ્રાંતીય મંત્રી હતા, જ્યારે કેસ નોંધાયો તે સમયે તેમની પીટીઆઈ પાર્ટી સત્તામાં રહેલી હતી.

કોર્ટે તેમની અરજી ફગાવી

જ્યારે ઇસ્લામાબાદમાં કોર્ટના સિવિલ જજ શાઇસ્તા ખાન કુંડી દ્વારા પોલીસને ગંદાપુરની ધરપકડ કરવા અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે તે સુનાવણી માટે હાજર થયો નહોતો. તેની સાથે કોર્ટ દ્વારા આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખતા તબીબી આધાર પર હાજરીમાંથી મુક્તિ માટેની મુખ્યમંત્રી ની અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ વર્ષની શરૂઆતમાં અલી અમીન ગંદાપુર ને કોર્ટની કાર્યવાહીમાં હાજર ન થવા બદલ ઘોષિત ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ 7 માર્ચના રોજ જિલ્લા કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટના આદેશને પલટાવી દીધો હતો. જ્યારે તેમના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીટીઆઈ નેતા નવા ખૈબર પખ્તુનખ્વામ મુખ્યમંત્રીના રૂપમાં પોતાની સત્તાવાર પ્રતિબદ્ધતાઓના લીધે કોર્ટ હાજર રહી શક્યા નહોતા.

આ મામલામાં રાજકીય નિષ્ણાતો મુજબ, આ મામલા પાકિસ્તાનની બિનકાર્યક્ષમ ન્યાયિક પ્રણાલીનું એક ક્લાસિક ઉદાહરણ બની ગયું છે, જ્યાં શક્તિશાળી લોકો ન્યાયિક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કાયદાકીય પ્રક્રિયાથી દૂર જવાના રસ્તા શોધે છે.

 

Share This Article
Leave a comment