પાકિસ્તાનમાં MPOX ના કહેર, ત્રણ દર્દીઓની પુષ્ટિ, જાણો આ ખતરનાક રોગના લક્ષણો

Amit Darji

પાકિસ્તાનમાં પ્રથમ વખત MPOX ની ઓળખ કરવામાં આવેલ છે. તેમાં પણ ખાસ વાત એ છે કે, તે વધુ સરળતાથી ફેલાઈ પણ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા MPOX ફેલાવાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે લોકો આ વાયરસથી પોઝિટિવ સામે આવ્યા છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે જાણકારી સામે આવી છે કે, આ ત્રણેય દર્દીઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રહેવાસી છે. ખૈબર પખ્તુનખ્વાના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક સલીમ ખાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દર્દીઓ સંયુક્ત આરબ અમીરાતથી આવેલા છે. તેના સિવાય ત્રીજા દર્દીના સેમ્પલ પુષ્ટિ માટે ઈસ્લામાબાદના નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટમાં મોકલી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંપર્ક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય લોકોના સેમ્પલ લેવાઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ત્રણેય દર્દીઓ માટે અલગથી યાદી બનાવવામાં આવી રહી છે.

- Advertisement -

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે, ‘અસરગ્રસ્ત લોકોની સંપર્ક યાદી બનાવવામાં આવી રહી છે અને લોકોના સેમ્પલ લેવાઈ રહ્યા છે.’ સરકારનું કહેવું છે કે, દેશની વિવિધ હોસ્પિટલોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવેલ છે. સરકાર દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય અને બોર્ડર હેલ્થ સર્વિસ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આફ્રિકાના વિસ્તારોમાં MPOX ના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાનું કારણ જાહેર કરવામાં આવ્યું છે.

Share This Article
Leave a comment