ન્યુઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ Jasprit Bumrah ને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

ન્યુઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથી દ્વારા ભારતીય ફાસ્ટ બોલર Jasprit Bumrah ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજામાંથી પરત ફર્યા બાદ તે ખુબ જ ખતરનાક બની ગયા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો વર્લ્ડના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં સમાવેશ થાય છે. તેમ છતાં ઈજાના લીધે જસપ્રીત બુમરાહ ગયા વર્ષે મોટાભાગનો સમય મેદાનની બહાર રહેલા હતા અને તે સપ્ટેમ્બર 2022 માં બહાર થયા બાદ ગયા વર્ષે ઓગસ્ટથી મેદાન પર પરત ફર્યા હતા. તેમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ દ્વારા છેલ્લા પાંચ-છ વર્ષમાં તમામ ફોર્મેટમાં રમવા માટે શ્રેષ્ઠ બોલર તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જસપ્રીત બુમ્રાહ દ્વારા જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ટિમ સાઉથી દ્વારા વધુમાં જણાવ્યું છે કે, જસપ્રીત બુમ્રાહ સૌથી પહેલા તે મોટી ઈજાથી બહાર આવ્યા અને હવે તે પહેલાથી પણ સારા બોલર બની ગયા છે. આ સિવાય ઘણા ફોર્મેટમાં રમવું ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે. પરંતુ એવું લાગે છે કે, તે તેને સરળતાથી કરવામાં સક્ષમ રહેલા છે. તે કદાચ વધુ અનુભવી છે, તે રમતને થોડી વધુ સમજે છે. કદાચ તે ઈજા બાદ તરોતાજા થઈને પરત ફર્યા છે. અમે ત્રણેય ફોર્મેટમાં જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોઈ રહ્યા છીએ. તે અત્યારે ત્રણેય ફોર્મેટમાં શાનદાર રહેલા છે. મને નથી લાગતું કે, તેના કરતાં શ્રેષ્ઠ કોઈ હોય તે ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત રહેલા છે.

ન્યૂઝીલેન્ડ ઓક્ટોબરમાં કરશે  ભારતનો પ્રવાસ

ટીમ સાઉથીએ ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડ સાથે ઉપમહાદ્વીપમાં કેટલીક ટેસ્ટ મેચો ન રમવાની શક્યતાને લઈને ચર્ચા કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમે બે ટેસ્ટ મેચની સીરીઝ માટે શ્રીલંકા જતા પહેલા અફઘાનિસ્તાન સામે નોઈડામાં એક માત્ર ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ ટીમ સાઉથીની ટીમ ઓક્ટોબરમાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારત પરત આવવાની છે. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ રમવાની છે.

- Advertisement -
Share This Article
Leave a comment