Instagram Stories માટે આવ્યું નવું અપડેટ, હવે સાર્વજનિક રૂપથી કરી શકશો કોમેન્ટ

Amit Darji

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માટે એક નવું કોમેન્ટ ફીચર રજૂ કરવામાં આવ્યું છે જે Instagram Stories માટે છે. આ ફીચરની જાણકારી મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ દ્વારા આપવામાં આવી છે. આ નવા ફીચર સાથે યુઝર્સ હવે Instagram Stories પર સાર્વજનિક રૂપથી કોમેન્ટ કરી શકશે જે એક મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે.

Instagram Stories પર કમેન્ટ્સ

મેટા ચેનલ પર એક પોસ્ટમાં માર્ક ઝકરબર્ગ દ્વારા કહ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં હવે કમેન્ટ્સ ફિચર આવી રહ્યું છે. આ Instagram પોસ્ટ્સ પર દેખાવનાર કમેન્ટ્સનું જેવી જ હશે, પરંતુ 24 કલાકની અંદર ગુમ થઈ જશે, તેમ છતાં તે સ્પષ્ટ નથી કે, યુઝર્સ કોમેન્ટને ડીલેટ કરી શકશે કે નહીં.

Instagram યુઝર્સ સ્ટોરીઝ પર પહેલા પણ કોમેન્ટ કરી શકતા હતા પરંતુ તે પ્રાઈવેટ હતી પરંતુ હવે નવા અપડેટ બાદ સ્ટોરીઝ પર કોમેન્ટ સાર્વજનિક રૂપે જોવા મળશે. યુઝર્સને કમેન્ટ્સને સક્રિય અથવા ડીએક્ટીવ કરવાનો વિકલ્પ મળશે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, Instagram દ્વારા તાજેતરમાં જ ભારતીય બજારમાં ક્રિએટર્સ લેબ લોન્ચ કરવામાં આવી છે. તેના માટે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામની ક્રિએટર્સ લેબ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેલ છે જ્યારે કેપ્શન માટે પાંચ ભાષાઓનો સપોર્ટ રહેલો છે. ક્રિએટર્સ લેબ સિવાય કંપનીએ નવી સ્ટોરીઝ ફીચર અને બર્થડે વિશ ફીચર પણ લોન્ચ કર્યું છે. ક્રિએટર્સ લેબ સિવાય ઇન્સ્ટાગ્રામ દ્વારા ત્રણ નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં સ્ટોરીઝ, ડાયરેક્ટ મેસેજ અને નોટ્સ સંબંધિત ફીચર્સનો સમાવેશ થાય છે.

Share This Article
Leave a comment