Mukesh Ambani લાવશે સસ્તો 5G ફોન, Jio આ અમેરિકન કંપની સાથે કરી રહ્યું છે કામ 

Amit Darji

Mukesh Ambani ની રિલાયન્સ જે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક છે. દેશભરમાં 49 કરોડથી વધુ લોકો દ્વારા Jio ની સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. Reliance Jio પોતાના ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન્સની સાથે 4G ફોન્સ પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. જો તમે રિલાયન્સ જિયોના ચાહક છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. Mukesh Ambani દ્વારા ટૂંક સમયમાં ગ્રાહકો માટે સસ્તો 5G ફોન લાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો દ્વારા દેશના મોટાભાગના વિસ્તારોમાં 5G નેટવર્ક ફેલાવવામાં આવેલ છે. કંપની દ્વારા પોતાના મોટાભાગના રિચાર્જ પ્લાન માં ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ 5G ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. હવે કંપની દ્વારા 5G ફોન પર કામ કરવામાં આવી રહ્યું છે જે ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન હોય તેવી શક્યતા છે. મુકેશ અંબાણી ના આ સસ્તો 5G ફોન કરોડો ગ્રાહકોને મોટી રાહત આપવાનો છે.

અમેરિકન કંપની સાથે ચાલી રહી છે વાતચીત

તેની સાથે જણાવી દઈએ કે, Jio ના સસ્તા સ્માર્ટફોન લઈને આવી રહેલા સમાચાર મુજબ, Jio દ્વારા હાલમાં સસ્તા 5G ફોન માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ કંપની દ્વારા તેના માટે પ્રોસેસ બનાવનારી અમેરિકન કંપની ક્વોલકોમ સાથે પણ કામ કરી શકે છે.

- Advertisement -

જ્યારે 5G ફોન ને લઈને Jio ના વાઇસ પ્રેસિડેન્ટ સુનીલ દત્ત દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,  અમારા દ્વારા તમામ સ્માર્ટફોન કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કંપની દ્વારા હાલમાં ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ અને પાર્ટનર બ્રાન્ડ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સસ્તા 5G સ્માર્ટફોન ને નેટવર્કમાં કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો ન પડે તે બાબતમાં કામ કરવામાં આવી રહ્યું છે.

સારી મળશે કનેક્ટિવિટી

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારા દ્વારા લોકપ્રિય કંપની ક્વોલકોમ સાથે વાતચીત ને આગળ વધારવામાં આવી રહી છે. કારણ કે, અમારા દ્વારા દેશભરના કરોડો ગ્રાહકો માટે સસ્તો સ્માર્ટફોન લાવવાની ઇચ્છા રહેલી છે. સુનીલ દત્ત દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, નવા સ્માર્ટફોનથી ગ્રાહકોને ઓછા ખર્ચે સારી નેટવર્ક કનેક્ટિવિટી મેળવવું સરળ થઈ જશે.

- Advertisement -
Share This Article
Leave a comment