“આઝાદીની સવાર…” જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodia એ કરી ભાવુક પોસ્ટ

Amit Darji

નવી દિલ્હી : તિહાડ જેલમાંથી બહાર આવી ગયેલ પૂર્વ ઉપમુખ્યમંત્રી Manish Sisodia એ એક્સ પર એક ભાવુક પોસ્ટ કરી છે અને સાથે પોતાની પત્ની સાથેની ફોટો પણ શેર કર્યો છે. મનીષ સિસોદિયાએ એક્સ પર લખ્યું છે કે, આઝાદીની સવારની પહેલી ચા… 17 મહિના પછી! તે આઝાદી જે બંધારણે આપણે બધા ભારતીયોને જીવવાના અધિકારની ગેરંટી રૂપમાં આપી છે. તે આઝાદી જે ઈશ્વરે આપણને બધાની સાથે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે આપી છે. સુપ્રીમ કોર્ટ તરફથી કાલે જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવી ગયા છે.

મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવતાની સાથે જ સીધા મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ પર પહોંચી ગયા હતા. તેઓ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ગયા અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સુનીતા કેજરીવાલ મનીષ સિસોદિયાને મળ્યા બાદ ભાવુક થઈ ગયા હતા. મનીષ સિસોદિયાએ સીએમ અરવિંદ કેજરીવાલના માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું.

આ દરમિયાન તેઓ દિલ્હી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઈ હતી. જો કે, તેમની એક ઝલક મેળવવા માટે કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

- Advertisement -

પરિવારને મળીને થયા ભાવુક

પોલીસે બેરિકેડિંગ કરીને સમર્થકોને ભારે મુશ્કેલીથી સંભાળ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ મનીષ સિસોદિયા ઝિંદાબાદ, અરવિંદ કેજરીવાલ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયા તેમના ઘરે પહોંચ્યા અને તેમની પત્ની અને વૃદ્ધ સાસુને મળીને ભાવુક થઈ ગયા. ઘરે પહોંચતા જ મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાએ આરતી કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી પણ કરવામાં આવી હતી. ત્યારે તેમની વચ્ચે મનીષ સિસોદિયાને જોઈને તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો ભાવુક થઈ ગયા હતા.

આ દરમિયાન સાંસદ સંજય સિંહ, સાંસદ ડૉ.સંદીપ પાઠક, મંત્રી આતિષી, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, આદિલ ખાન સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
Share This Article
Leave a comment