આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે. YouTube પણ AI ને લઈને સતત કામ કરી રહ્યું છે. આ બાબતમાં YouTube એ Google Deepminds ના AI વિડિયો ટૂલ Veo ને યુટયુબમાં ઇન્ટિગ્રેટ કરી લીધું છે. હવે Veo ની મદદથી YouTube કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના વીડિયોમાં હાઈ ક્વોલીટી બેકગ્રાઉન્ડ અને કોઈપણ 6 સેકન્ડની ક્લિપનો ઉપયોગ કરી શકશે.
Veo ને ગૂગલે આ જ વર્ષે લોન્ચ કર્યું છે. આ કંપનીનું એક એઆઈ વિડિયો જેનરેશન ટુલ રહેલ છે. Veo ની મદદ થી યુટ્યુબ ક્રિયેટર્સ Ai Thumbnail બનાવી શકશે. તેના સિવાય નાની-નાની ક્લીપ પણ બનાવી શકશે.
YouTube Shorts માં કેવી રીતે કામ કરશે Veo?
યુટ્યુબ શોર્ટ્સ માટે કંપનીએ પહેલાથી જ AI નો ઉપયોગ કર્યો છે જેની મદદથી યુઝર્સ ડ્રીમ સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે અને હવે Veo ની મદદથી યુઝર્સ કોઈપણ ફૂટેજને એડિટ કરી શકે છે અને તેને ક્રિએટિવ બનાવી શકે છે. તેના સિવાય તમે કોઈપણ ફૂટેજનું રિમિક્સ પણ બનાવી શકો છો.
સૌથી મોટી વાત એ છે કે, Veo ની મદદથી યુઝર્સ 6 સેકન્ડની ક્લિપ પણ બનાવી શકે છે જે કોપીરાઈટ ફ્રી રહેલ હશે. તેના માટે તેઓએ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડશે. ત્યાર બાદ ક્રિએટ પર ક્લિક કરવાનું રહેશે અને પછી Animate into a Video ના ઓપ્શનને પસંદ કરવું પડશે. YouTube એ જણાવ્યું છે કે, Veo નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વીડિયોમાં DeepMind’S SynthID નો વોટરમાર્ક હશે.