મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર, હવે બિગ બોસ 18 માં Dolly Chaiwala ની એન્ટ્રી…

Amit Darji

સોશિયલ મીડિયા સેન્સેશન અને વાયરલ કિંગ ‘Dolly Chaiwala’ તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી જોવા મળ્યો હતો. એવામાં હવે તે મહારાષ્ટ્રના રાજકીય ગલિયારામાંથી બહાર નીકળીને ડોલી ચાયવાલા દ્વારા બિગ બોસ 18 ના ઘરમાં એન્ટ્રી મારી લેવામાં આવી છે. ડોલી ચાયવાલા ટૂંક જ સમયમાં બિગ બોસના ઘરમાં તેની જાણીતી શૈલીમાં ચા બનાવતો જોવા મળવાનો છે. ડોલી ચાયવાલા દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ડોલી ચાયવાલા સલમાન ખાન સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો હતો. તેની સાથે ડોલી ચાયવાલા દ્વારા બિગ બોસના ઘરમાં પોતાના અનોખા અંદાજમાં ચા બનાવીને સ્પર્ધકોને પીરસતો જોવા મળ્યો છે.

ડોલી ચાયવાલા તાજેતરમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થનાર ડોલી ચાયવાલાને હવે બિગ બોસમાં જોવા મળવાના છે. ડોલી ચાયવાલા હવે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હેઠળ બિગ બોસના ઘરમાં પ્રવેશ કરવાના છે. આ પહેલા કશિશ કપૂર અને દિગ્વિજય રાઠી દ્વારા ગયા અઠવાડિયે બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ આધારે એન્ટ્રી લેવામાં આવી હતી. હવે આ અઠવાડિયે ફરી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીનો ધમાકો જોવા મળવાનો છે. આ સિવાય સલમાન ખાન પણ શોના હોસ્ટ તરીકે બિગ બોસના સેટ પર વાપસી કરવાના છે. ડોલી ચાયવાલા દ્વારા શેર કરેલા વીડિયોમાં સલમાન ખાન પણ સ્ટેજ પર જોવા મળવાના છે.

બિગ બોસમાં છેલ્લા બે અઠવાડિયાથી વીકેન્ડ કા વાર રવિ કિશન હોસ્ટ કરી રહ્યા છે. તેની સાથે એકતા કપૂર પણ એક દિવસ હોસ્ટ તરીકે બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા. તે દરમિયાન એકતા કપૂર દ્વારા બિગ બોસ 18 ના સ્પર્ધકોને ઠપકો આપતા જોવા મળ્યા હતા. વિવિયન ડીસેનાને પણ તેના વલણને લઈને ઘણી નિંદાઓ સાંભળવાનો વારો આવ્યો હતો. સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગના લીધે શો હોસ્ટ કરી શક્યા નહોતા. પરંતુ હવે દર્શકોની રાહનો અંત આવી ગયો છે. સલમાન ખાન ફરીથી બિગ બોસના સેટ પર પરત ફરી આવી રહ્યા છે. સલમાન ખાન આ અઠવાડિયાના વીકેન્ડ વિશેમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવશે અને સ્પર્ધકોની સાથે મસ્તી કરવા જોવા મળવાના છે.

- Advertisement -
Share This Article
Leave a comment