Kolkata તબીબ કેસ : મમતા સરકારના વિરોધ પર પ્રતિબંધ મામલામાં ભાજપ ધારાસભ્ય અગ્નિમિત્રા પોલનું મોટું નિવેદન…

Amit Darji

Kolkata પોલીસ દ્વારા સાત દિવસ માટે આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક વિરોધ પ્રદર્શન અને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે દ્વારા આ અંગે મમતા સરકારને ઘેરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે જુનિયર ડોક્ટર માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. અમે સરકારના આ પગલાથી ડરશું નહીં..

ભાજપના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટીએમસી સરકાર દ્વારા લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો છે. સાર્વજનિક સમારોહો અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી સરકાર દ્વારા અમારા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. તે પણ સત્યને દબાવવા ઈચ્છે છે. પરંતુ અમે ગભરાઈશું નહિ. જો મમતા બેનર્જી વિચારે છે કે, તે અમારી ભાવનાને કચડી શકે છે અને અમને ન્યાયની માંગવાથી રોકી શકે છે તો તમે ખોટા રહેલા છો.

પોલ દ્વારા સીએમ મમતા બેનર્જી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમને દુષ્કર્મ-હત્યાને આત્મહત્યા કહીને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્ય સામે આવી ગયું છે. પોલીસ કમિશનર વિનીત ગોયલ શરમજનક પ્રયાસમાં દરેક પગલા પર તમારા સાથી રહ્યા હતા. બીજેપી ધારાસભ્ય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, જ્યારે જૂઠાણાનો પર્દાફાશ થવા લાગ્યો ત્યારે મમતા બેનર્જી દ્વારા પીડિત પરિવારને પૈસાની ઓફર કરવામાં આવી હતી. જાણે ન્યાય ખરીદી શકાય અથવા ચૂપ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે, પોલીસના આદેશને કોર્ટમાં પડકારાશે.

- Advertisement -

આ સિવાય તેમના દ્વારા મમતા બેનર્જીને ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓ અત્યાચારના આ માર્ગ પર ચાલતા રહેશે તો અમે સવિનય અવજ્ઞા આંદોલનથી ભાવનાને પુનર્જીવિત કરીશું. અમે શાંતિપૂર્વક આ અન્યાયી આદેશોનો અવગણના કરીશું અને વિરોધ કરવાના અમારા અધિકારનો દાવો કરીશું. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી લોકોનો અવાજ સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય માટેની લડત ચાલુ રાખવામાં આવશે. લોકો જાગી રહ્યા છે અને તેઓ હવે જુલમ સહન કરશે નહીં. પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલ દ્વારા શનિવારના જાહેર કરવામાં આવેલ એક આદેશમાં જણાવ્યું હતું કે, કોલકાતામાં રેલીઓ, સભાઓ, ધરણા, પ્રદર્શન અને પાંચ કે તેનાથી વધુ વ્યક્તિઓની ગેરકાનૂની સભા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Share This Article
Leave a comment