Donald Trump ના ખાસ ગણવા આવતા કાશ પટેલને બનાવવામાં આવી શકે છે CIA ચીફ

Amit Darji

અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવતા જ Donald Trump અને તેમના સહયોગીઓ દ્વારા ઊંચા હોદ્દા પર પસંદગીઓ પર વિચારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ખાસ વ્યક્તિ ભારત વંશી કશ્યપ ઉર્ફે કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારીની હોદ્દો સોંપવામાં આવે તેવી શક્યતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ના ચીફ બનાવાય તેવી શક્યતા રહેલી છે. તે આ હોદ્દા માટેને ટોચના દાવેદારોમાંથી એક રહેલા છે. એવામાં ટ્રમ્પના ઘણા સહયોગીઓ દ્વારા CIA ના વડા તરીકે કાશ પટેલનું નામ આગળ ધરવામાં આવ્યું છે. 44 વર્ષીય કાશ પટેલ ટ્રમ્પના વફાદાર રહેલ છે. તે ભારતીય મૂળના રહેલા છે. તેમનો જન્મ 1980 માં ગાર્ડન સિટી, ન્યૂયોર્કમાં ગુજરાતી ભારતીય ફેમિલીના ઘરે થયો હતો. તે પૂર્વ આફ્રિકાથી કેનેડાના રસ્તે અમેરિકામાં આવીર રહેવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, કાશ પટેલ ની વાત કરીએ તો તે વડોદરાના છે. કાશ પટેલ દ્વારા રિચમંડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન નો અભ્યાસ કરવામાં આવ્યો છે અને યૂનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણ પત્રની સાથે સાથે કાયદાની ડિગ્રી પણ પ્રાપ્ત કરવામાં આવી છે. કાશ પટેલ દ્વારા શરૂઆતમાં ટોચની કાયદાકીય કંપનીઓ માં ભૂમિકા મેળવવામાં પડકારોનો સામનો વેઠવાનો વારો આવ્યો છે તેના લીધે તેમને એક સાર્વજનિક વકીલના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મિયામી કોર્ટમાં તે લગભગ નવ વર્ષ રહ્યાં જ્યાં તેમના દ્વારા હત્યા, નાર્કો-ટ્રાફિકિંગ અને આર્થિક ગુના સહિત જટિલ કેસને સાંભળવામાં આવ્યા હતા.

- Advertisement -

તેની સાથે જણાવી દઈએ કે, કાશ પટેલના કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ડેવિન નૂન્સ તરીકે નિયુક્ત કરાયા હતા. જે તે સમયે ઇન્ટેલિજન્સ પર હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ રહેલા હતા તેના લીધે 2016 ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપની સમિતિની તપાસનું નેતૃત્વ કરવામાં આવી શકે. કાશ પટેલ દ્વારા નૂન્સ મેમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી જે એક પૂર્વ ટ્રમ્પ અભિયાન સ્વયંસેવક માટે સર્વેલન્સ વોરંટ મેળવવામાં ન્યાય વિભાગની પદ્ધતિઓની ટીકા કરી હતી. મેમો દ્વારા નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું અને ટ્રમ્પ ને પ્રભાવિત કરવામાં આવ્યા હતા.

Share This Article
Leave a comment