Jio નો મોટો ધમાકો, AirFiber ફ્રીમાં કરાવો ઇન્સ્ટોલ, 13 OTT અને 800 ચેનલ જોવાનો મેળવો લાભ માત્ર આટલા રૂપિયામાં…

Amit Darji

ટેલિકોમ કંપનીઓ દ્વારા પોતાના મોટાભાગના રિચાર્જ પર ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં ઘણી વખત મોબાઇલ પર ઉપલબ્ધ ડેટા સમાપ્ત થવાનું ટેન્શન બન્યું છે અને તેના લીધે તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો પડવાનો વારો છે. એવામાં જો તમે ઇન્ટરનેટનો ઘણો ઉપયોગ કરી રહ્યા છો તો બ્રોડબેન્ડ કનેક્શન મેળવવું શ્રેષ્ઠ વિકલ્પ રહેલું છે. Jio દ્વારા તેના 49 કરોડ ગ્રાહકો માટે એક શાનદાર ઓફર આપવામાં આવી છે. કંપની દ્વારા તેના ગ્રાહકોને ફ્રી બ્રોડબેન્ડ કનેક્શન ઓફર કરવામાં આવી રહી છે. તમે Jio ની ઓફર નો ફાયદો લઈને ફ્રી બ્રોડબેન્ડ કનેક્શન પ્રાપ્ત કરી શકો છો.

રિલાયન્સ જિયોના બ્રોડબેન્ડ કનેક્શન સાથે તમે અનલિમિટેડ ડેટા નો ફાયદો લઇ શકો છો તેની સાથે જ તમને મોબાઈલ ડેટાની સરખામણીમાં ઘણી વધુ ઈન્ટરનેટ સ્પીડ પ્રાપ્ત થઈ જશે. Jio દ્વારા હાલમાં સમગ્ર દેશમાં બ્રોડબેન્ડની ફ્રી ઇન્સ્ટોલેશન ઓફર કરવામાં આવી રહ્યું છે. તેમાં તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર બ્રોડબેન્ડ કનેક્શન પ્રાપ્ત કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, Jio દ્વારા પોતાના ગ્રાહકોને કેબલ બ્રોડબેન્ડ તેમજ વાયરલેસ Jio AirFiber સુવિધા આપવામાં આવે છે. કંપની દ્વારા હવે એર ફાઈબરનું ઈન્સ્ટોલેશન પણ ફ્રીમાં કરવામાં આવી રહ્યું છે. Jio ના AirFiber કનેક્શનમાં, તમે 1 Gbps સુધીની હાઈ સ્પીડ ડેટાનો ફાયદો મળી શકે છે. Jio Air Fiber કનેક્શનની ફી 1000 રૂપિયા રહેલી છે પરંતુ હવે કંપની દ્વારા યૂઝર્સ માટે તેનું ઇન્સ્ટોલેશન ફ્રી કરી દેવામાં આવી રહ્યું છે.

- Advertisement -

Jio Air Fiber ના ઇન્સ્ટોલેશન સાથે તમારી પાસે વિવિધ રિચાર્જ વિકલ્પ રહેલા છે. જ્યારે બેસ્ટ પ્લાન વિશે વાત કરીએ તો તમે Jio AirFiber પ્લાન 2222 રૂપિયાનો પ્રાપ્ત કરી શકો છો. આ પ્લાનમાં તમને ત્રણ મહિના માટે હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે ઘણા ફાયદા મળી રહ્યા છે.

તેની સાથે Jio AIrFiber ના 2222 રૂપિયાના પ્લાનમાં તમને ત્રણ મહિનાની લાંબી વેલિડિટી પ્રાપ્ત થઈ રહી છે. આ પ્લાન સાથે તમને ત્રણ મહિના માટે ફ્રી વોઈસ કોલિંગની સુવિધા પણ અપાઈ રહી છે. પ્લાનમાં તમને 1000 GB સુધીનો અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો તેમાં 30 Mbpsની સ્પીડ મળવાની છે.

- Advertisement -

આ સિવાય આ પ્લાનમાં JioCinema Premium, Zee5, Sony Liv, Sun NXT, ALTbalaji, Lionsgate Play, ETV વાઇન અને શેમારૂ જેવા કુલ 13 પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન મળી રહેશે. OTT સિવાય 800 થી વધુ ડિજિટલ ચેનલ નો પણ લાભ મળી રહ્યો છે.

Share This Article
Leave a comment