Jalaj Saxena એ રચ્યો ઈતિહાસ, રણજી ક્રિકેટના ઈતિહાસમાં 6000 રન અને 400 વિકેટ લેનાર બન્યો પ્રથમ ખેલાડી

Amit Darji

રણજી ટ્રોફી 2024 માં આ સમયે ઉત્તર પ્રદેશ અને કેરળ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં કેરળની ટીમ માટે Jalaj Saxena દ્વારા શાનદાર બોલિંગ કરવામાં આવી હતી અને પાંચ વિકેટ લઈને ઉત્તર પ્રદેશ ને 162 રન સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના બેટ્સમેનો તેની શાનદાર બોલિંગ સામે ટકી શક્યા નહોતા અને રન બનાવવા માટે સંઘર્ષ કરતા પણ દેખાયા હતા. સમાચાર લખતા સમયે કેરળની ટીમ દ્વારા 2 વિકેટના નુકસાન પર 71 રન બનાવી લેવામાં આવ્યા હતા.

જલજ સક્સેનાએ પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી

જલજ સક્સેના દ્વારા પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચવામાં આવ્યો છે અને તેમણે રણજી ટ્રોફીમાં પોતાની 400 વિકેટ પૂરી કરી લીધી છે. રણજી ટ્રોફીમાં તે પહેલાથી જ 6000 રન બનાવી ચુક્યા છે. એવામાં જલજ સક્સેના રણજી ટ્રોફીમાં 400 વિકેટ અને 6000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. રણજી ટ્રોફીમાં તેમના પહેલા કોઈ ખેલાડી આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી.

જલજ સક્સેના દ્વારા વર્ષ 2005 માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે મધ્યપ્રદેશ તરફથી રમ્યો હતો. તેની સાથે તે પોતાની ડેબ્યૂ મેચમાં એક પણ વિકેટ પ્રાપ્ત કરી શક્યો નહોતો. અત્યાર સુધીમાં તેમના દ્વારા 143 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6795 રન બનાવવામાં આવ્યા છે જેમાં 14 સદી સામેલ છે અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 194 રન રહેલો છે. બોલિંગની વાત કરીએ તો તેમના દ્વારા 143 ફર્સ્ટ ક્લાસ મેચમાં 452 રન બનાવવામાં આવ્યા છે. જ્યારે તે પોતાની શાનદાર બોલિંગ અને બેટિંગ માટે જાણીતો છે.

- Advertisement -

રણજી ટ્રોફીમાં વર્ષ 2016 બાદ જલજ સક્સેનાએ કેરળ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને તેની કારકિર્દીમાં ક્યારેય પાછું વળીને જોયું નહોતું. ખાસ વાત એ છે કે, ઘરેલુ ક્રિકેટમાં બે દાયકા સુધી રમ્યા બાદ પણ તેને ટીમ ઇન્ડિયા સાથે ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. રણજી ટ્રોફીમાં 400 વિકેટ પૂરી કરનાર તે 13 મો ખેલાડી બની ગયેલ છે.

Share This Article
Leave a comment