Ahmedabad માં મુસ્લિમ યુવક 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગાંધીનગર લઇ ગયો અને પછી…

Amit Darji

Ahmedabad માં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ યુવક દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવા માટે બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ  તેને ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેના પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું અને પછી તેને રિવરફ્રન્ટ પાસે મુકીને નાસી ગયો હતો. આ મામલામાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં રહેનાર 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી

જાણકારી મુજબ, આરોપી યુવકનું નામ અકીલ મલેક રહેલ છે. અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં રહેનાર 15 વર્ષની સગીરા નો એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના અગાઉ સંપર્ક થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે મોબાઈલ નંબર ની આપ લે કરવામાં આવી અને પછી વાતચીત શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 31 જુલાઈના રોજ આરોપી દ્વારા સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવવામાં આવી હતી. ત્યાંથી સગીરાને ગાંધીનગર ખાતે જાસપુર માં લઈને તે ગયો હતો. ત્યાં તેના દ્વારા એક મિત્ર ની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. બીજા દિવસે આરોપી સગીરાને પાલડી રિવરફ્રન્ટ ખાતે મૂકી ને નાસી ગયો હતો.

બીજા દિવસે સગીરા ઘરે પરત આવી

- Advertisement -

તેની સાથે સગીરા ઘરેથી નીકળી અને પરત ન આવતા તેની માતા દ્વારા આ બાબતને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. એવામાં બીજા દિવસે સગીરા ઘરે પરત આવી તો તેના માતા-પિતા દ્વારા પૂછવામાં આવ્યું તો તેને તેની સાથે થયેલ તમામ ઘટના જણાવી હતી. ત્યાર બાદ આ ઘટનાને લઈને સગીરાની માતા દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અકીલ મલેક સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ આરોપીની વાત કરીએ તો તે ગાંધીનગર ના જલોદ ગામ મોટી આદરેજ નો રહેવાસી છે અને તે ઘોડા ગાડી ચલાવવાનું કામકાજ કરી રહ્યો છે. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા આ મામલામાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
Share This Article
Leave a comment