શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. જ્યારે આગામી તારીખ પાંચ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થવાનો છે. આ મહિનામાં ભક્તો શિવની ઉપાસના કરે છે. શ્રાવણ મહિનાના સોમવારના ભક્તો ઉપવાસ રાખે છે ત્યારે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ના પહોંચે તે બાબત ધ્યાનમાં રાખતા સુરત (Surat) મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના દર સોમવારે કતલખાના બંધ રાખવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો આવવાનો છે. તેના લીધે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોની આસ્થાને ધ્યાનમાં રાખતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારના સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
તેની સાથે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2014 થી શ્રાવણ મહિનાના દરેક સોમવારના પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટે નો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ, આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દર સોમવાર ના પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવામાં આવશે. લોકોની ધાર્મિક લાગણી ને ધ્યાનમાં રાખતા સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારના પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાના તમામ સોમવારના રોજ પાલિકા સંચાલિત કતલખાના બંધ રખાઈ છે. તેના માટે સ્થાયી સમિતિમાં વર્ષ 2014 માં ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દર સોમવાર ના કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે આ સુચના નો કોઈ ભંગ કરશે તો તેના સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.