ગુજરાતમાં CM Bhupendra Patel એ નિહાળી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી

Amit Darji

‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પ્રદેશ-છત્તીસગઢ બાદ હવે ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરાઈ છે. રાજ્યના CM Bhupendra Patel અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળવામાં આવી હતી. તેની સાથે લોકો સુધી ઘટનાની જાણકારી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ અગાઉ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મને નિહાળવા માટે પહોંચ્યા હતા. એવામાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ને ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.

તેની સાથે ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે વર્ષની મહેનત અને રિસર્ચ બાદ આ ફિલ્મ બનાવવામાં આવેલ છે. મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે, આ ફિલ્મ રિલીઝ થઈ ગયેલ છે. સત્ય ઘટના પર આધારિત હોવાથી ફિલ્મમાં સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મને પોલિટિકલ મુદ્દો બનાવવો જોઈએ નહિ.

- Advertisement -
Share This Article
Leave a comment