Geeta Rabari ના ઘરે દુઃખનો પહાડ તુટ્યો, ભાઈ મહેશ રબારીનું આકસ્મિક અવસાન

Amit Darji

ગુજરાતની જાણીતી ગાયિકા Geeta Rabari ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના પરિવારમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ગીતા રબારી ના પિતરાઈ ભાઈ મહેશ રબારી નું આકસ્મિક રીતે મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગીતા રબારી અચાનક 39 વર્ષીય ભાઈના મૃત્યુ ના સમાચાર સાંભળતા કાર્યક્રમને રોકીને તરત તેમના ઘરે પહોંચ્યા હતા.

તમને જાણવી દઈએ કે, ગીતા રબારી ગુજરાતની જાણીતી ગાયિકા રહેલ છે. એવામાં ગીતા રબારીના 39 વર્ષીય પિતરાઈ ભાઈ મહેશ રબારી નું આકસ્મિક રીતે અવસાન થઈ ગયું છે. ગીતાબેન દ્વારા ભાઈ ના નિધન અંગે એક પોસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. મહેશ રબારી નું તારીખ 24 નવેમ્બર ના રોજ અવસાન થયું હતું. પિતરાઈ ભાઈ ના અવસાન ની જાણકારી મળતા ગીતા રબારી ચાલુ કાર્યક્રમ છોડીને નીકળી ગયેલા હતા. જણાવી દઈએ કે, ગીતા રબારી ધોરાજી ના ઉપલેટા માં કાર્યક્રમ કરી રહ્યા હતા તે સમયે તેમને આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા હતા. ત્યાર બાદ તે તાત્કાલિક વતન અંજારના ટપ્પર માં દોડી આવ્યા હતા.

જાણકારી મુજબ, મહેશ રબારી નું હાર્ટ એટેક ના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અંજારના ટપ્પર ના ગામના મહેશ રબારી વતની હતા. મહેશ રબારી નું બેસણું 27 નવેમ્બર ના રોજ ટપ્પર ગામમાં બપોરના 2 વાગ્યા થી 5 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જ્યારે મહેશ રબારી ના અવસાન પર ગુજરાતના અનેક જાણીતા કલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

 

Share This Article
Leave a comment