Gautam Gambhir એ રોહિત શર્મા ની ગેરહાજરી માં કોણ સંભળાશે કેપ્ટનશીપ તેને લઈને કર્યો મોટો ખુલાસો

Amit Darji

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બર ના રોજ રમાશે. આવું પ્રથમ વખત બની રહ્યું છે કે, BGT માં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રહેવાની છે. ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની એક બેચ ઓસ્ટ્રેલિયા માટે પણ રવાના થઈ ચુકી છે, જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓ નો સમાવેશ થાય છે. મુખ્ય કોચ અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ બીજી બેચમાં જવાના છે. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માના રમવા પર મોટી શંકા રહેલી છે. ટીમ ઈન્ડિયા સમક્ષ મોટો સવાલ એ છે કે, જો રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે નહીં તો તેમની જગ્યાએ કેપ્ટન કોણ હશે? આ બાબતમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

રોહિતની ગેરહાજરીમાં બુમરાહ બનશે કેપ્ટન

ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ Gautam Gambhir દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તો જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરશે. તે ટીમના વાઈસ કેપ્ટન પણ રહેલા છે. જસપ્રીત બુમરાહ આ પહેલા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે જેમાં ભારતીય ટીમ ને હાર મળી હતી. તેણે એમ પણ જણાવ્યું કે, ટીમ પાસે ઓપનિંગ બેટ્સમેન ના સ્થાન માટે લોકેશ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરનના રૂપમાં વિકલ્પો રહેલા છે.

તેમણે એ પણ જણાવ્યું કે, હું કોઈ પ્રકારનું દબાણ નો અનુભવ કરી રહ્યો નથી. ભારતીય ટીમનો કોચ બનવું એ સન્માન અને ગૌરવની વાત રહેલી છે. મુખ્ય કોચને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમને ડંકન ફ્લેચરના સમય જેવો દબાવ અનુભવાઈ છે જ્યારે ટીમ ફેરફારના સમયમાં રહેલી હતી. તેના પર તેમણે જણાવ્યું કે,  હું પરિવર્તન વિશે નહીં પરંતુ પાંચ ટેસ્ટ મેચ વિશે વિચાર કરી રહ્યો છું. ફેરફાર થાય કે ન થાય, જો તે થવું હોય તો તે થશે, પરંતુ હું ભારતીય ટીમમાં કેટલાક અવિશ્વસનીય ખેલાડીઓ જોઈ રહ્યો છું જેઓ પ્રદર્શન કરવા માટે ઉત્સુક રહેલા છે.

- Advertisement -

ભારતીય ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા ચાર વખતથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરવામાં આવી છે. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા માટે રસ્તો સરળ જોવા મળી રહ્યો નથી. ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 3-0 થી ટેસ્ટ સીરીઝ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ સિરીઝની તૈયારીમાં લાગેલી છે. ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના સિનિયર ખેલાડીઓ પાકિસ્તાન સામેની છેલ્લી વનડે મેચમાં રમ્યા નહોતા.

 

- Advertisement -
Share This Article
Leave a comment