અમેરિકાના California માં થી ગેંગસ્ટર Anmol Bishnoi ની ધરપકડ, આ કેસમાં સામે આવ્યું હતું નામ

Amit Darji

અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના California માં ગેંગસ્ટર Anmol Bishnoi ની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા અનમોલની તેમના દેશમાં હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યાર બાદ મુંબઈ પોલીસ દ્વારા અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તેના લીધે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અનમોલ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત અનેક ગુનાઓમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં અનમોલ બિશ્નોઈ વિશે જાણકારી આપનાર ને રૂપિયા 10 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. NIA દ્વારા 2022 માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ગયા મહિને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ મકોકા કોર્ટ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ- MCOCA) માં અરજી દાખલ કરવામાં આવી હતી કે, તે ભાગેડુ ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયાને શરૂ કરવા ઈચ્છી રહ્યા છે.

તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, લોરેન્સ અને અનમોલ બિશ્નોઈને 14 એપ્રિલના રોજ બાંદ્રા વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલામાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં પોલીસ દ્વારા લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈને આરોપી બનાવવામાં આવ્યા છે. અનમોલ બિશ્નોઈ દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લેવામાં આવી હતી. ત્યાર બાદ તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો હતો.

- Advertisement -
Share This Article
Leave a comment