Ahmedabad માં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું દુઃખ….

Amit Darji

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે અમદાવાદથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળીને પત્ની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. Ahmedabad ના ઘાટલોડિયા વિસ્તાર થી આ ઘટના સર્જાઈ છે. આપઘાત કરનાર યુવતીના પિતા દ્વારા જમાઈ સામે આપઘાતની દુષ્પ્રેરણા ની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રહેનાર 68 વર્ષીય સુરેશ મિશ્રા દ્વારા આ મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની 37 વર્ષની દિકરી પલ્લવી ના લગ્ન વર્ષ 2012 માં પુના થયા હતા. તેમ છતાં મનમેળ ન રહેવાના લીધે છૂટાછેડા લઇ લીધા હતા. વર્ષ 2022 માં મેટ્રીમોનિયલ સાઈટ દ્વારા ગીરીરાજ બદ્રીનારાયણ શર્મા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. ગત 27 માર્ચ 2024 નાં રોજ પલ્લવી અને ગીરીરાજ દ્વારા મંદિરમાં ફૂલહારથી લગ્ન કરવામાં આવ્યા અને 1 એપ્રિલ 2024 નાં રોજ કોર્ટ મેરેજ કરવામાં આવ્યા હતા.

તેની સાથે લગ્ન નાં એકાદ મહિના બાદ ગીરીરાજ ઘરમાં નાની-નાની બાબતોમાં ઝઘડો થતો રહેતો હતો. પલ્લવી શાકભાજી લેવા કે અન્ય કામ બહાર જાય તો તેના પર શંકા કરતો રહેતો હતો. ગીરીરાજ પલ્લવીને સારી રીતે રાખતો નહોતો તેના લીધે બે વખત પલ્લવીનો ગર્ભપાત પણ થઈ ગયો હતો. પલ્લવી દ્વારા નોકરી શરૂ કરવામાં આવતા પતિ દ્વારા ઘર નો તમામ ખર્ચ તેને ઉપાડવો પડશે તેમ કહી પૈસા ન આપી મારઝૂડ કરી ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

- Advertisement -

આ બાબતમાં વધુમાં જણાવી દઈએ કે, ગત આઠ નવેમ્બરના રોજ પલ્લવી દ્વારા માતાને વોટ્સએપ પર મેસેજ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, અલગ-અલગ દવાઓ ખાઈ લીધી હોવાની અને બેડ નાં નીચે સુસાઈડ નોટ મુકેલી છે પોલીસ દ્વારા પૂછવામાં આવે તો તેમને કહી દેજો. પલ્લવી ના માતા પિતા દ્વારા  ઘાટલોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘાટલોડિયામાં સંકલ્પ રો હાઉસ ખાતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પલ્લવી ની કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. અંતે આ મામલામાં અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ગીરીરાજ શર્મા સામે આપઘાતની દુષ્પ્રેરણા ની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.

 

- Advertisement -
Share This Article
Leave a comment